Champions Trophy 2025, ENG vs SA Match Score (ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ સ્કોર) : બોલરોના શાનદાર પ્રદર્શન પછી રાસી વાન ડેર ડ્યુસેન અને હેનરિચ ક્લાસેનની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડ 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 29.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-રાસી વાન ડેર ડ્યુસેનના 87 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 72 રન.
-હેનરિચ ક્લાસેન 56 બોલમાં 11 ફોર સાથે 64 રને રાશિદનો શિકાર બન્યો.
-રાસી વાન ડેર ડ્યુસેને 72 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ક્લાસેને 41 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી
-દક્ષિણ આફ્રિકાએ 18.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રેયાન રિકલ્ટન 25 બોલમાં 5 ફોર સાથે 27 રન બનાવી આર્ચરનો બીજો શિકાર બન્યો.
-ટિસ્ટ્રન સ્ટબ્સ 5 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી મુલ્ડર અને જાન્સેને 3-3 વિકટ ઝડપી. કેશવ મહારાજને 2 વિકેટ મળી હતી.
-આદિલ રાશિદ 9 બોલમાં 2 રન બનાવી મુલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો.
-જોશ બટલર 43 બોલમાં 21 રન બનાવી એનગિડીનો શિકાર બન્યો.
-જોફ્રા આર્ચર 31 બોલમાં 4 ફોર સાથે 25 રન બનાવી મુલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો.
-જેમી ઓવરટોન 20 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી રબાડાનો શિકાર બન્યો.
-લિયામ લિવિગસ્ટોન 15 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં આઉટ થયો.
-જો રુટ 44 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 37 રને મુલ્ડરની ઓવરમાં બોલ્ડ થયો.
-ઇંગ્લેન્ડે 17 ઓવરમાં100 રન પુરા કર્યા.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાન આ વર્ષે વધુ 3 મેચો રમી શકે છે : રિપોર્ટ
-હેરી બ્રુક 29 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-બેન ડકેટ 21 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી જાન્સેનની ઓવરમાં આઉટ થયો.
-જેમી સ્મિથ 3 બોલમાં ખાતું ખોલાયા વિના જાન્સેનનો બીજો શિકાર બન્યો.
-ફિલિપ સોલ્ટ 6 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઇંગ્લેન્ડ : ફિલિપ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.
દક્ષિણ આફ્રિકા : ટ્રિસ્ટન સ્ટબ્સ, રેયાન રિકલ્ટન, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગિડી.





