ઇંગ્લેન્ડમાં ક્રિકેટરના ઘર પણ સુરક્ષિત નથી, બેન સ્ટોક્સના ઘરમાં ચોરી, ઘરે જ હતા પત્ની અને 2 બાળકો

ben stokes home : બેન સ્ટોક્સના ઘરમાં આ ઘટના બની ત્યારે તે પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હતો. 'માસ્ક પહેરેલી' ગેંગે સ્કોક્સના ઘરમાં ચોરી કરી હતી

ben stokes home : બેન સ્ટોક્સના ઘરમાં આ ઘટના બની ત્યારે તે પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હતો. 'માસ્ક પહેરેલી' ગેંગે સ્કોક્સના ઘરમાં ચોરી કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ben stokes burglary, ben stokes

બેન સ્ટોક્સે ચોરી થયેલા વસ્તુઓના ફોટો શેર કર્યા છે (તસવીર - X/@benstokes38)

ben stokes home burgled : ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સનું કહેવું છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન એક 'માસ્ક પહેરેલી' ગેંગે તેના ઘરમાં ચોરી કરી હતી. ચોરીની આ ઘટના બની ત્યારે તેની પત્ની અને બે બાળકો ઘરે હતા. 33 વર્ષીય બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે તેના પરિવારને કોઈ શારીરિક નુકસાન થયું નથી પરંતુ ઘણો ભાવનાત્મક સામાન ચોરાઇ ગયો છે.

Advertisment

બેન સ્ટોક્સે ચોરી થયેલા વસ્તુઓના ફોટો શેર કર્યા છે. જેમાં 2020માં તેને મળેલા ઓબીઈ મેડલ પણ સામેલ છે. બેન સ્ટોક્સે કહ્યું કે આ ગુનાની અત્યાર સુધીની સૌથી ખરાબ બાબત એ છે કે જ્યારે મારી પત્ની અને બે નાના બાળકો ઘરમાં હતા ત્યારે આ ચોરી કરવામાં આવી હતી. સદ્ભાગ્યે મારા કુટુંબના કોઈ પણ સભ્યને શારીરિક રીતે નુકસાન પહોંચ્યું ન હતું. જોકે દેખીતી રીતે જ આ ઘટનાએ તેમની ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર અસર કરી છે. આપણે ફક્ત એટલું જ વિચારી શકીએ છીએ કે આ પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ શકતી હતી.

આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી

કાઉન્ટી ડરહમના કૈસલ ઈડનમાં રહેતા બેન સ્ટોક્સે જણાવ્યું કે આ ઘટના 17 ઓક્ટોબરની સાંજે બની હતી. બીજા દિવસે ઈંગ્લેન્ડને પાકિસ્તાને બીજી ટેસ્ટમાં પરાજય આપ્યો હતો. બેન સ્ટોક્સ તે ટેસ્ટ મેચમાં 37 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સ ગત સપ્તાહે ત્રીજી ટેસ્ટ પૂરી થયા બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડનો ત્રીજી ટેસ્ટમાં નવ વિકેટથી પરાજય થયો હતો અને પાકિસ્તાને 2-1થી શ્રેણી જીતી લીધી હતી.

આ પણ વાંચો - ઘરઆંગણે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય, કોહલી છે નંબર 1, જાણો કયા સ્થાને છે રોહિત શર્મા

Advertisment

ચોરોને પકડવાની અપીલ કરી

બેન સ્ટોક્સે કહ્યું કે હું ચોરી કરેલી કેટલીક વસ્તુઓની તસવીરો શેર કરી રહ્યો છું. હું આશા રાખું છું કે તેમને સરળતાથી ઓળખી શકાશે. એવી આશામાં કે આપણે તેના માટે જવાબદાર લોકોને શોધી શકીશું. અમે અમારી કિંમતી ચીજવસ્તુઓ ગુમાવી દીધી છે પરંતુ સ્પષ્ટ રુપથી જણાવી દઉં કે આ ફોટા શેર કરવાનો મારો એકમાત્ર હેતુ ભૌતિક વસ્તુઓની પુન:પ્રાપ્તિનો નથી પરંતુ આવું કરનારા લોકોને પકડવાનો છે.

કિંમતી સામાન અને અંગત ચીજવસ્તુઓની ચોરી

બેન સ્ટોક્સે કહ્યું કે તેઓ ઝવેરાત અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને ઘણી બધી અંગત વસ્તુઓ લઈને ભાગી ગયા હતા. તેમાંથી ઘણી વસ્તુઓ મારા અને મારા પરિવાર માટે ખરેખર ભાવનાત્મક મહત્વ ધરાવે છે. આ તે લોકોને શોધવામાં કોઈ મદદ માટે આ અપીલ છે, જેમણે આ ચોરી કરી છે. ઓબીઈ મેડલની સાથે સાથે બેન સ્ટોક્સે ત્રણ નેકલેસ, એક વીંટી અને એક ડિઝાઈનર બેગના ફોટા પોસ્ટ છે.

બેન સ્ટોક્સે ક્રાઈમ રેફરન્સ CRI00575927 નો હવાલો આપીને બધાને 101 પર ડરહમ કોન્સ્ટેબુલરીને કોલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હાલના વર્ષોમાં ઘણા ફૂટબોલ ખેલાડીઓના ઘરમાં ચોરી થઇ છે. જ્યારે તે રમી રહ્યા હતા, જેમાં કતારમાં 2022ના વર્લ્ડ કપ દરમિયાન રહીમ સ્ટર્લિંગ પણ સામેલ છે.

ક્રિકેટ ક્રાઇમ ન્યૂઝ સ્પોર્ટ્સ