Largest margin of victory (by runs) in ODI : ઇંગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 342 રનની વિજય મેળવી અત્યાર સુધીમાં વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી જીત મેળવી છે. અગાઉ આ રેકોર્ડ ભારતના નામે હતો. ભારતે 2023માં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ભારતનો રેકોર્ડ તોડ્યો છે.
આ વન-ડેક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર પણ છે. અગાઉ આ વર્ષે ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 276 રનથી તેમનો સૌથી ખરાબ પરાજય થયો હતો.
દક્ષિણ આફ્રિકા 72 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 414 રન બનાવ્યા હતા. જો રુટ અને જેકોબ બેથલે સદી ફટકારી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકા ફક્ત 20.5 ઓવરમાં 72 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય આદિલ રાશિદે 3 વિકેટ અને બ્રાયડન કાર્સે 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ફક્ત ત્રણ બેટ્સમેન જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા.
આ પણ વાંચો – કારકિર્દીમાં 1072 વિકેટ ઝડપનાર ભારતીય બોલરે નિવૃત્તિ જાહેર કરી, જાણો શું કહ્યું
વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો વિજય (રનની દ્રષ્ટીએ)
ટીમ હરિફ જીતનું અંતર વર્ષ ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા 342 રન 2025 ભારત શ્રીલંકા 317 રન 2023 ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ્સ 309 રન 2023 ઝિમ્બાબ્વે યુએસએ 304 રન 2023 ભારત શ્રીલંકા 302 રન 2023
ઇંગ્લેન્ડે 7 વખત વન-ડેમાં 400 થી વધુ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં ભારત પણ 7 વખત 400 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ આ સિદ્ધિ 8 વખત મેળવી છે.