ઇંગ્લેન્ડે 342 રને જીત મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વન-ડેમાં અત્યાર સુધીના 5 સૌથી મોટા વિજય

ODI ક્રિકેટમાં સૌથી મોટી જીત : ઇંગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 342 રનની વિજય મેળવી અત્યાર સુધીમાં વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી જીત મેળવી

Written by Ashish Goyal
Updated : September 08, 2025 15:15 IST
ઇંગ્લેન્ડે 342 રને જીત મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વન-ડેમાં અત્યાર સુધીના 5 સૌથી મોટા વિજય
list of Biggest wins in ODI cricket : ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 342 રનની વિજય મેળવી અત્યાર સુધીમાં વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી જીત મેળવી (તસવીર - ઇંગ્લેન્ડ ક્રિકેટ)

Largest margin of victory (by runs) in ODI : ઇંગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 342 રનની વિજય મેળવી અત્યાર સુધીમાં વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી જીત મેળવી છે. અગાઉ આ રેકોર્ડ ભારતના નામે હતો. ભારતે 2023માં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ભારતનો રેકોર્ડ તોડ્યો છે.

આ વન-ડેક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર પણ છે. અગાઉ આ વર્ષે ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 276 રનથી તેમનો સૌથી ખરાબ પરાજય થયો હતો.

દક્ષિણ આફ્રિકા 72 રનમાં ઓલઆઉટ

ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 414 રન બનાવ્યા હતા. જો રુટ અને જેકોબ બેથલે સદી ફટકારી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકા ફક્ત 20.5 ઓવરમાં 72 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય આદિલ રાશિદે 3 વિકેટ અને બ્રાયડન કાર્સે 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ફક્ત ત્રણ બેટ્સમેન જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા.

આ પણ વાંચો – કારકિર્દીમાં 1072 વિકેટ ઝડપનાર ભારતીય બોલરે નિવૃત્તિ જાહેર કરી, જાણો શું કહ્યું

વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો વિજય (રનની દ્રષ્ટીએ)

ટીમહરિફજીતનું અંતરવર્ષ
ઇંગ્લેન્ડદક્ષિણ આફ્રિકા342 રન2025
ભારતશ્રીલંકા317 રન2023
ઓસ્ટ્રેલિયાનેધરલેન્ડ્સ309 રન2023
ઝિમ્બાબ્વેયુએસએ304 રન2023
ભારતશ્રીલંકા302 રન2023

ઇંગ્લેન્ડે 7 વખત વન-ડેમાં 400 થી વધુ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં ભારત પણ 7 વખત 400 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ આ સિદ્ધિ 8 વખત મેળવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ