/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/England-vs-South-Africa-Live-Score.jpg)
SA vs ENG Score, T20 World Cup 2024: ટી 20 વર્લ્ડ કપ 2024માં ઇંગ્લેન્ડનો. દક્ષિણ આફ્રિકા સામે પરાજય
England vs South Africa Score, T20 World Cup 2024: ટી 20 વર્લ્ડ કપ 2024, ઇંગ્લેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા સ્કોર : ક્વિન્ટોન ડી કોકના 65 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી 20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવી શક્યું હતું.
સુપર 8માં દક્ષિણ આફ્રિકાએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડનો પ્રથમ પરાજય થયો છે. ઇંગ્લેન્ડને અંતિમ 3 બોલમાં જીતવા માટે 9 રનની જરૂરી હતી. જોકે નોર્ટજેને અંતિમ 3 બોલમાં સેમ કરન ફક્ત 1 રન જ બનાવી શક્યો હતો.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી રબાડા અને કેશવ મહારાજે 2-2 વિકેટ ઝડપી. જ્યારે નોર્ટજે અને બાર્ટમેનને 1-1 વિકેટ મળી.
-સેમ કરન 10 અને આર્ચર 1 રને અણનમ રહ્યા.
-હેરી બ્રુક 37 બોલમાં 7 ફોર સાથે 53 રન બનાવી નોર્ટજેનો શિકાર બન્યો.
-લિવિંગસ્ટોન 17 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 33 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો.
-મોઇન અલી 10 બોલમાં 9 રન બનાવી બાર્ટમેનનો શિકાર બન્યો.
-જોશ બટલર 20 બોલમાં 1 ફોર સાથે 17 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઇંગ્લેન્ડે 8 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-જોની બેરસ્ટો 20 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો.
-ફિલ સોલ્ટ 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 11 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો - મુકેશ અંબાણીના એન્ટિલિયાથી પણ મોંઘું છે આ ભારતીય ક્રિકેટરનું ઘર
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. મોઇન અલી અને રાશિદને 1-1 વિકેટ મળી.
-દક્ષિણ આફ્રિકાના 20 ઓવરમાં 6 વિકેટે 163 રન.
-ટ્રિસ્ટન સ્ટબ્સના 11 બોલમાં 1 ફોર સાથે અણનમ 12 રન.
-માર્કો જાન્સેન પ્રથમ બોલે આર્ચરની ઓવરમાં કેચ આઉટ
-ડેવિડ મિલર 28 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી જોફ્રા આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્કરામ 2 બોલમાં 1 રન બનાવી આદિલ રાશીદની ઓવરમાં બોલ્ડ થયો.
-ક્લાસેન 13 બોલમાં 9 રન બનાવી રનઆઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ડી કોક 38 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે 65 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો,
-રીઝા હેન્ડ્રીક્સ 25 બોલમાં 1 ફોર સાથે 19 રન બનાવી મોઈન અલીની ઓવરમાં આઉટ થયો.
-ક્વિન્ટોન ડી કોકે 22 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદીપ પુરી કરી.
-દક્ષિણ આફ્રિકાએ 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
-આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, ઓટ્ટનીલ બાર્ટમેન, એનરિચ નોર્ટજે.
ઈંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ, રીસ ટોપલી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us