England vs Sri Lanka : ટેસ્ટમાં જો રુટે વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડ્યો, ફેબ 4 માં પણ સૌથી આગળ નીકળ્યો

England vs Sri Lanka : જો રૂટે શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 206 બોલનો સામનો કરીને 18 ફોરની મદદથી 143 રન બનાવ્યા. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 33મી સદી પૂરી કરી

Written by Ashish Goyal
August 30, 2024 15:05 IST
England vs Sri Lanka : ટેસ્ટમાં જો રુટે વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડ્યો, ફેબ 4 માં પણ સૌથી આગળ નીકળ્યો
જો રૂટે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી (તસવીર - સોશિયલ મીડિયા)

England vs Sri Lanka : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન જો રૂટે શ્રીલંકા સામે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 206 બોલનો સામનો કરીને 18 ફોરની મદદથી 143 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 33મી સદી પૂરી કરી હતી. લોર્ડ્ઝમાં રમાયેલી ટેસ્ટમાં રુટની આ છઠ્ઠી સદી હતી. આ શતકીય ઈનિંગ્સના આધારે જો રૂટે ચોથા નંબર પર બેટિંગ કરતા એટલા રન બનાવ્યા કે વિરાટ કોહલીનો રેકોર્ડ તૂટી ગયો છે. આ સિવાય તે ફેબ 4માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો છે.

જો રૂટે કોહલીને પાછળ છોડી દીધો

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 33મી સદી બાદ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. રૂટે આ ઈનિંગ દરમિયાન ટેસ્ટમાં નંબર ચાર પર બેટિંગ કરતા 7309 રન બનાવ્યા છે અને કોહલીને પાછળ રાખી દીધ છે. કોહલીએ ચાર નંબર પર રમતા ટેસ્ટમાં અત્યાર સુધીમાં 7303 રન ફટકાર્યા છે. ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર બેટિંગ કરતો રૂટ હવે 5માં નંબર પર આવી ગયો છે. જ્યારે કોહલી છઠ્ઠા નંબર પર સરકી ગયો છે.

સૌથી વધુ ટેસ્ટ રન (ઇનિંગ્સ) નંબર 4 પર

  • 13492 રન – સચિન તેંડુલકર (275 ઇનિંગ્સ)
  • 9509 રન – મહેલા જયવર્દને (195 ઇનિંગ્સ)
  • 9033 રન – જેક્સ કાલિસ (170 ઇનિંગ્સ)
  • 7535 રન – બ્રાયન લારા (148 ઇનિંગ્સ)
  • 7309 રન – જો રૂટ (150 ઇનિંગ્સ)
  • 7303 રન – વિરાટ કોહલી (145 ઇનિંગ્સ)

આ પણ વાંચો – ટી 20 ક્રિકેટમાં સૌથી વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટોપ 5 પ્લેયર્સ, જાણો રોહિત શર્મા અને વિરાટ કોહલી કયા સ્થાને

જો રૂટે ફેબ 4 માં સૌથી વધુ સદી ફટકારી

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 33મી સદી ફટકારી હતી અને ફેબ 4 બેટ્સમેનોની યાદીમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી બની ગયો હતો. ફેબ ફોરમાં સામેલ સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમ્સન અત્યાર સુધીમાં 32-32 સદી ફટકારી ચૂક્યા છે, જ્યારે વિરાટ કોહલીના નામે 29 સદી છે.

ફેબ 4 દ્વારા ટેસ્ટ સદી

  • જો રૂટ – 33
  • સ્ટીવ સ્મિથ – 32
  • કેન વિલિયમ્સન – 32
  • વિરાટ કોહલી – 29

જો રુટે કેન વિલિયમ્સનને પાછળ રાખ્યો

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં હોમ ગ્રાઉન્ડ પર 20મી સદી ફટકારી હતી અને તેણે કેન વિલિયમ્સનને પાછળ રાખી દીધો હતો. કેન વિલિયમ્સને હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 19 સદી ફટકારી છે. જ્યારે સ્મિથે 16 અને કોહલીએ ટેસ્ટમાં હોમગ્રાઉન્ડ પર 14 સદી ફટકારી છે.

ફેબ 4 દ્વારા ઘરઆંગણે ટેસ્ટ સદી

  • 20 – જો રૂટ
  • 19 – કેન વિલિયમ્સન
  • 16 – સ્ટીવ સ્મિથ
  • 14 – વિરાટ કોહલી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ