Eng vs SL : ઈંગ્લેન્ડની ટીમ હાલમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચના પ્રથમ દાવમાં, પહેલા જ દિવસે, ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે (આ ટેસ્ટ શ્રેણી માટે) લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર સદી ફટકારી હતી.
ઓલી પોપે આ સદી 102 બોલમાં ફટકારી હતી અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે 103 રન પર રમી રહ્યો હતો. ઓલી પોપની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની આ 7મી સદી હતી, પરંતુ આ સદી ખાસ અને ઐતિહાસિક હતી. પોતાની સદીની મદદથી ઓલી પોપે એવો ચમત્કાર કર્યો, જે છેલ્લા 147 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય થયો ન હતો.
ઓલી પોપે ઈતિહાસ રચ્યો, અલગ-અલગ સાત દેશ સામે સદી ફટકારી
ઓલી પોપે ટેસ્ટ ફોર્મેટમાં એવો રેકોર્ડ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં અન્ય કોઈ ખેલાડીએ બનાવ્યો ન હતો. ઓલી પોપે શ્રીલંકા સામે તેની ટેસ્ટ કારકિર્દીની 7મી સદી ફટકારી હતી, પરંતુ મહત્વની એટલા માટે છે કે, તેણે તમામ સદી અલગ-અલગ દેશ સામે ફટકારી છે, આ ઓલી પોપે અત્યાર સુધી ટેસ્ટમાં જે 7 સદી ફટકારી છે, તે વિવિધ દેશો સામે ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ કોઈ ખેલાડીએ વિવિધ દેશો સામે તેની પ્રથમ 7 ટેસ્ટ સદી ફટકારી નથી. ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકર પણ ટેસ્ટમાં ઓલી પોપ જેવું કંઈ કરી શક્યા નથી.
ઓલી પોપે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ સદી દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ફટકારી છે. ઓલીએ વર્ષ 2020માં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી અને 135 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ પછી, તેણે વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડ સામે 145 રનની ઇનિંગ રમી હતી, જ્યારે તેની ત્રીજી ટેસ્ટ સદી વર્ષ 2022માં પાકિસ્તાન સામે આવી હતી અને તેણે 108 રનની ઇનિંગ રમી હતી. તેણે 2023માં આયર્લેન્ડ સામે અને 2024માં ભારત સામે ટેસ્ટ સદી ફટકારી હતી. આ સિવાય તેણે 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ટેસ્ટ સદી ફટકારી હતી.
ઓલી પોપની તમામ ટેસ્ટ સદીઓ (ઓલી પોપ ટેસ્ટ રેકોર્ડ)
135* વિ દક્ષિણ આફ્રિકા (2020)145 વિ ન્યુઝીલેન્ડ (2022)108 વિ પાકિસ્તાન (2022)205 વિ આયર્લેન્ડ (2023)196 વિ ભારત (2024)121 વિ વેસ્ટ ઈન્ડિઝ (2024)103* વિ શ્રીલંકા (2024)