વિનોદ કાંબલીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, હાલત સ્થિર પરંતુ ખતરાથી બહાર નથી

Vinod Kambli Health : ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીની તબિયત લથડતાં થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાંબલી લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે

Vinod Kambli Health : ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીની તબિયત લથડતાં થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાંબલી લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vinod Kambli Health, Vinod Kambl

Vinod Kambli Health : ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીની તબિયત લથડતાં થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો (Photo: X)

Vinod Kambli Health : ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીની તબિયત લથડતાં થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાંબલી લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ કાંબલીને મદદ કરવાનું વચન આપ્યું હતું. ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંબલીની હાલત સ્થિર છે, જોકે તે હજુ પણ સંપૂર્ણપણે ખતરાથી બહાર નથી. 52 વર્ષીય ક્રિકેટર વિવિધ પ્રકારની બીમારીઓ સામે ઝઝુમી રહ્યો છે.

Advertisment

વિનોદ કાંબલીને શું છે સમસ્યા

હાલમાં જ વિનોદ કાંબલીએ વિક્કી લાલવાનીની યૂટ્યૂબ ચેનલ પર પોતાની તબિયત વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મને યુરિન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તે વહેતું જ રહેતું હતું. મારા પુત્ર જીસસે મને ઊંચક્યો અને મને પગ પર ઉભો કર્યો હતો. મારી દીકરી, જે 10 વર્ષ મોટી છે, તે અને મારી પત્ની મદદ માટે આગળ આવ્યા. મારું માથું ફરતું હતું અને હું બેભાન થઈને જમીન પર પડી ગયો. ડોક્ટરે મને દાખલ થવા કહ્યું હતું.

વિનોદ કાંબલીએ એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે 2013માં બે હાર્ટ સર્જરી કરાવી હતી. જેનો ખર્ચ સચિન તેંડુલકરે ઉઠાવ્યો હતો. રિપોર્ટ અનુસાર 1983માં વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે વિનોદ કાંબલીની મદદ કરવાની ઓફર કરી હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે કાંબલીની મદદ કરવા તૈયાર છે. જોકે તેમણે એક શરત રાખી હતી કે કાંબલીએ પોતે જ રિહેબમાં જવું પડશે. આના પર વિનોદ કાંબલીએ કહ્યું હતું કે હું 15 વખત રિહેબમાં જવા માટે તૈયાર છું. હું મારા બાળકો અને પરિવાર માટે કંઈપણ કરીશ.

આ પણ વાંચો - ગુરુના કાર્યક્રમમાં સચિન તેંડુલકરનો હાથ છોડવા માંગતો ન હતો વિનોદ કાંબલી, જુઓ દોસ્તીનો VIDEO

Advertisment

વિનોદ કાંબલી કારકિર્દી

વિનોદ કાંબલીએ 1991માં ભારતીય ટીમ તરફથી વન-ડે ડેબ્યૂ કર્યું હતું. તે ટીમ ઇન્ડિયા માટે 104 વન ડે રમ્યો છે. તેણે 104 વન ડેમાં 2477 રન ફટકાર્યા છે, જેમાં બે સદી અને 14 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 17 ટેસ્ટમાં કુલ 1084 રન ફટકાર્યા છે, જેમાં 4 સદી અને ત્રણ અડધી સદી સામેલ છે.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ