આ ખેલાડીએ 62 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

matthew brownlee international debut : મેથ્યુ બ્રાઉનલી 60 વર્ષની ઉંમર પાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પ્રથમ ખેલાડી પણ બન્યો છે

matthew brownlee international debut : મેથ્યુ બ્રાઉનલી 60 વર્ષની ઉંમર પાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પ્રથમ ખેલાડી પણ બન્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Cricket world record, Cricket ,world record

62 વર્ષની ઉંમરે મેથ્યુ બ્રાઉનલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે

oldest cricketer international debut : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા ઘણા ઓછા ખેલાડીઓ છે કે જેઓ 40 વર્ષની ઉંમર પછી પણ રમ્યા હોય. 40 વર્ષની ઉંમર સુધીમાં મોટાભાગના ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરી દે છે. ખેલાડીઓ 40 વર્ષની ઉંમરે દુનિયાભરની લીગમાં રમી રહ્યા છે પણ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પુરી થઈ ગઈ છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. 62 વર્ષની ઉંમરે એક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.

Advertisment

62 વર્ષના બ્રાઉનલીએ ડેબ્યૂ કર્યું

ફાલ્કલેન્ડ આઈલેન્ડ અને કોસ્ટા રિકા વચ્ચે રમાયેલી આંતરરાષ્ટ્રીય મેચમાં આ ઘટના બની હતી. વિઝડન અનુસાર આ મેચ 10 માર્ચ 2025ના રોજ ગુવાસિમામાં રમાઈ હતી. ફાલ્કલેન્ડ આઇલેન્ડની આ પ્રથમ મેચ હતી. 62 વર્ષના મેથ્યુ બ્રાઉનલીએ પણ આ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરનો ડેબ્યૂ ખેલાડી છે. તેણે ઓસમાન ગોકરનો રેકોર્ડ તોડ્યો હતો. ગોકરે 59 વર્ષની ઉંમરે 2019માં ઈલ્ફોવ કાઉન્ટી તરફથી આંતરરાષ્ટ્રીય ટી-20માં ડેબ્યૂં કર્યું હતું.

આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો

બ્રાઉનલી 60 વર્ષની ઉંમર પાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. મેથ્યુ બ્રાઉનલીએ આ પ્રવાસમાં કુલ 3 ટી-20 મેચ રમી હતી. આ દરમિયાન 10માં નંબર પર બેટિંગ કરતા પ્રથમ મેચમાં 1 રન, બીજી મેચમાં અણનમ 2 અને ત્રીજી મેચમાં અણનમ 3 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે એક ઓવર પણ ફેંકી હતી પણ વિકેટ મળી ન હતી.

ફોકલેન્ડ આઇલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરુઆત સારી રહી ન હતી. આ શ્રેણીમાં તેની અને કોસ્ટા રિકા વચ્ચે છ મેચ રમાઇ હતી. ફોકલેન્ડ માત્ર એક જ મેચ જીતી શક્યું હતું. જે મેચમાં ફોકલેન્ડ આઇલેન્ડ જીત્યું હતું, તેમાં મેથ્યૂ બ્રાઉનલી પ્લેઈંગ 11માં સામેલ ન હતો.

Advertisment
ક્રિકેટ સ્પોર્ટ્સ