ફિફા વર્લ્ડ કપમાં મોરક્કોએ બેલ્જીયમ પર 2-0 થી જીત મેળવી હતી. ત્યારબાદ બેલ્જીયમની રાજધાની બ્રેસેલ્સમાં ઘણી જગ્યા પર ફૂટબોલ પ્રશંસકો ઉગ્ર થઇ ગયા હતા. ડઝનબંધ તોફાનીઓએ એક કારને આગ લગાડી અને કાર પર ઈંટો વડે પથ્થરમારો કર્યો, જેમાં એક પત્રકારને ઈજા થઈ હતી. રવિવારે બેલ્જિયમ પોલીસે એક ડઝન લોકોની અટકાયત કરી હતી અને અનેક લોકોની ધરપકડ કરી હતી.
મોરોક્કન ટીમે બેલ્જિયમને હરાવીને આ વર્લ્ડ કપમાં ત્રીજો મોટો વિક્રમ મેળવ્યો હતો.આ પહેલા સાઉદી અરેબિયાએ આર્જેન્ટિના અને જાપાનએ જર્મનનીને હરાવ્યું હતું. મોરક્કોએ બેલ્જીયમને 2-0 થી હરાવીને આ વર્લ્ડ કપમાં પોતાની પહેલી જિત મેળવી હતી. આ વર્લ્ડ કપ ઇતિહાસમાં મોરક્કોની ત્રીજી જીત છે. પહેલી જીત 1998 માં થઇ હતી. ત્યારે મોરક્કોએ સ્કોટલેન્ડને 3-0 થી હરાવ્યું હતું. તે પહેલા જીત 1986 માં મળી હતી. મોરક્કોએ પોર્ટુગલને 3-1 થી હરાવ્યું હતું. મોરક્કોની ટીમ છઠ્ઠી વખત વિશ્વ કપ રમશે.
આ પણ વાંચો: Team India Openers: રોહિત શર્માથી લઇને શુભમન ગિલ, ટીમ ઇન્ડિયાના વનડેમાં ઓપનિંગના ચાર વિકલ્પ
મોરક્કો માટે આ મેચમાં સાબીરી અને ઝકરિયાએ ગોલ કર્યો હતો. 22 માં નંબરની ટીમ મોરક્કોની આ આ વર્લ્ડ કપમાં આ પહેલી જીત છે. ક્રોએશિયા સામે તેની છેલ્લી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ગ્રુપ-એફમાં બેલ્જિયમની આ પ્રથમ હાર છે. તેઓએ છેલ્લી મેચમાં કેનેડાને હરાવ્યું હતું. તેના હવે બે મેચમાંથી ત્રણ પોઈન્ટ છે અને તેને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોએશિયા સામે જીતવું પડશે.