ફિફા વર્લ્ડ કપ 2022 : કતારમાં પ્રતિબંધ છતા ઇંગ્લેન્ડના ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ 20 લાખ રૂપિયાનો દારૂ પી ગયા

FIFA World Cup 2022 : ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવેલા છે. જેના કારણે ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ એક ક્રૂઝમાં રોકાઇ હતી

Written by Ashish Goyal
Updated : December 06, 2022 16:10 IST
ફિફા વર્લ્ડ કપ 2022 : કતારમાં પ્રતિબંધ છતા ઇંગ્લેન્ડના ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ 20 લાખ રૂપિયાનો દારૂ પી ગયા
ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડે ક્રૂઝ પર 10 દિવસ પસાર કર્યા હતા

FIFA World Cup 2022 : ઇંગ્લેન્ડના ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ ક્રૂઝમાં 10 દિવસ રહ્યા પછી હવે કતારના વિલા અને આલીશાન હોટલમાં રહેવા ગયા છે. ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવેલા છે. જેના કારણે ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ એક ક્રૂઝમાં રોકાઇ હતી. ત્યાં તેમણે 20 લાખ રૂપિયાનો દારૂ પીધો છે.

ઉજવણી કરતા 20 લાખનો દારૂ પીધો

તે ક્રૂઝ પર 20,000 પાઉન્ડ એટલે કે લગભગ 20 લાખ રૂપિયાનો દારૂ અને શેમ્પેઇન પી ગયા હતા. જીતની ઉજવણી કરવામાં તેમણે આટલો બધો દારૂ પીધો હતો. પાંચ સિતારા ક્રૂઝના 2633 કેબિનોમાં લગભગ 7000 મહેમાનોએ વર્લ્ડ કપની ક્રૂઝમાં મજા લીધી છે. આ દરમિયાન બધાએ લગભગ 6,000 પાઉન્ડનું પેમેન્ટ કર્યું છે.

ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડે ક્રૂઝ પર 10 દિવસ પસાર કર્યા

ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડે ક્રૂઝ પર 10 દિવસ પસાર કર્યા હતા. જ્યાં 6 સ્વિમિંગ પૂલ, 13, રેસ્ટોરન્ટ, 30થી વધારે કેફે અને શાનદાર કારો અંદર છે. આ બધા ખેલાડીઓના પરિવારે હવે ક્રૂઝ છોડી દીધું છે. પહેલાથી જ યોજના હતી કે લીગ રાઉન્ડ દરમિયાન જ ત્યાં રહેશે. કેટલાક પ્લેયર્સ વિશેષ સમુદ્રના કિનારે રિસોર્ટ્સમાં છે. જ્યારે અન્ય કેટલાક પ્લેયર્સે આલીશાન હોટલોમાં પોતાની બુકિંગ કરી છે.કેટલાક લોકોએ 18 ડિસેમ્બરે રમાનાર ફાઇનલ સુધીની બુકિંગ કરી લીધી છે.

આ પણ વાંચો – બ્રાઝિલે 68 વર્ષ બાદ પ્રથમ હાફમાં 4 ગોલ કર્યા, ક્વાર્ટર ફાઇનલમાં નેમારની ટીમ

ફૂટબોલર જોર્ડન પિકફોર્ડની પત્ની મેગન પિકફોર્ડ, કાઇલ વોકરની પ્રેમિકા એની કિલ્નર અને લ્યૂક શો ની સાથે અનુષ્કા સૈંટોસ, જેમ્સ મેડિશનની પ્રેમિકા કેનિડી એલેક્સાએ હવે ક્રૂઝ છોડી દીધું છે. ઘણા ખેલાડીઓના સંબંધીઓ પારિવારિક કારણોસર સ્વદેશ પરત ફર્યા છે. જોકે મોટાભાગના હજુ પણ કતારમાં છે અને ફ્રાન્સ સામે રવિવારે ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની રાહ જોઇ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ