scorecardresearch

ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ: મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર થયું, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના ચેમ્પિયન

FIFA World Cup 2022 Final : પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો, આર્જેન્ટિના 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું

ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ: મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર થયું, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના ચેમ્પિયન
FIFA World Cup 2022 Final : પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો (તસવીર – સોશિયલ મીડિયા)

FIFA World Cup 2022 Final Argentina vs France: ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું છે. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ લિયોનલ મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું પુરું થયું છે. એકસ્ટ્રા ટાઇમમાં પણ પરિણામ ના આવતા પેનલ્ટી શૂટઆઉટમાં ચેમ્પિયનનો ફેંસલો કરવામાં આવ્યો હતો. જેમાં આર્જેન્ટિનાએ બાજી મારી હતી.

આવી રીતે થયા ગોલ

આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયોને ફ્રાન્સના ઓસ્માન ડેમ્બેલે પછાડ્યો હતો. જેના કારણે આર્જેન્ટિનાને 23મી મિનિટે પેનલ્ટી મળી હતી. કેપ્ટન મેસ્સીએ પેનલ્ટીમાં ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં એન્જલ ડી મારિયોએ ગોલ કરી આર્જેન્ટિનાને 2-0થી લીડ અપાવી હતી.ફ્રાન્સને 80મી મિનિટમાં પેનલ્ટી મળી હતી. જેમાં એમબાપેને ગોલ કર્યો હતો. એક મિનિટ પછી 81મી મિનિટે એમબાપેએ શાનદાર બીજો ગોલ કરીને સ્કોર 2-2થી સરભર કરી દીધો હતો. મેસ્સીએ એકસ્ટ્રા ટાઇમમાં 109મી મિનિટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી લીડ અપાવી હતી. જોકે અમબાપે ફરી ટીમની વહારે આવ્યો હતો અને 118મી મિનિટે ગોલ કરી સ્કોર 3-3થી સરભર કર્યો હતો.

વિજેતા ટીમને 347 કરોડ રૂપિયા

ફિફા વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને કરોડો રૂપિયામાં મળશે. ચેમ્પિયન અને રનર્સ અપ જ નહીં ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમને પણ કરોડો રૂપિયા મળશે. આ રકમ આઈપીએલના મુકાબલે ઘણી છે. આ વખતે ફિફા વર્લ્ડ કપમાં કુલ પ્રાઇઝ મની 440 મિલિયન ડોલર (લગભગ 3641 કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. તેમાં ચેમ્પિયન ટીમને 42 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ રૂપિયા)મળશે. આ 2018ના વર્લ્ડ કપ કરતા 4 મિલિયન ડોલર વધારે છે. રનર્સ અપ ટીમને 30 મિલિયન ડોલર (લગભગ 248 કરોડ રૂપિયા) મળશે.

કોને કેટલા રૂપિયા મળશે

ચેમ્પિયન – 347 કરોડ રૂપિયા
રનર્સ અપ – 248 કરોડ રૂપિયા
ત્રીજા સ્થાને રહેનાર ટીમ – 223 કરોડ રૂપિયા
ચોથા સ્થાને રહેનાર ટીમ – 206 કરોડ રૂપિયા

આ પણ વાંચો – કતારમાં પ્રતિબંધ છતા ઇંગ્લેન્ડના ફૂટબોલર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ 20 લાખ રૂપિયાનો દારૂ પી ગયા

ફિફા વર્લ્ડ કપના અત્યાર સુધીના ચેમ્પિયન

વર્ષચેમ્પિયન દેશ
1930ઉરુગ્વે
1934ઇટાલી
1938ઇટાલી
1950ઉરુગ્વે
1954જર્મની
1958બ્રાઝિલ
1962બ્રાઝિલ
1966ઇંગ્લેન્ડ
1970બ્રાઝિલ
1974જર્મની
1978આર્જેન્ટિના
1982ઇટાલી
1986આર્જેન્ટિના
1990જર્મની
1994બ્રાઝિલ
1998ફ્રાન્સ
2002બ્રાઝિલ
2006ઇટાલી
2010સ્પેન
2014જર્મની
2018ફ્રાન્સ
2022આર્જેન્ટિના

આર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું

આર્જેન્ટિના છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યું છે. તે 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 1978 અને 1986માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ફ્રાન્સની વાત કરવામાં આવે તો તે 1998 અને 2018માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

Web Title: Fifa world cup 2022 final argentina vs france live score updates

Best of Express