FIFA World Cup 2022, Group A, Senegal vs Ecuador And Netherlands vs Qatar Matches: નેધરલેન્ડ અને સેનેગલએ મંગળવારે 29 નવેમ્બર-2022 ની મોડી રાત સુધી ગ્રુપ એ પોતાની અંતિમ લીગ મેચમાં જીત મેળવીને ફિફા વિશ્વકપ ફુલબોલ ટુર્નામેન્ટના અંતિમ 16 ( પ્રિ- ક્વાર્ટર ફાઇનલ)માં જગ્યા બનાવી હતી. નેધરલેન્ડએ મેજબાની કરતા કતારને 2-0 થી હરાવ્યું હતું. સેનેગલએ એક્વાડોરને 2-1 થી પરાજિત કર્યું હતું.
ગ્રુપ એમાં ટોપ પર રહ્યું નેધરલેન્ડ
સતત ત્રીજી હાર પછી કતારે ફિફા વર્લ્ડકપમાં એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં કતાર પહેલું યજમાન રાષ્ટ્ર બન્યું છે જે તેની ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ હારી ગયું છે.
નેધરલેન્ડ્સ બે જીત અને એક ડ્રો સાથે સાત પોઈન્ટ સાથે ગ્રુપ Aમાં ટોચ પર છે. સેનેગલે 3માંથી 2 મેચ જીતી અને 6 પોઈન્ટ સાથે ગ્રુપ Aમાં બીજા સ્થાને રહી. આ મેચમાં એક્વાડોરને ડ્રોની જરૂર હતી, પરંતુ હારને કારણે તે ચાર પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
નેધરલેન્ડએ બંનેવ હોફમાં ગોલ કર્યા હતા, સેનેગલના ઇસ્માલિયા સારે પેનલ્ટીને ગોલમાં બદલ્યો હતો.
નેધરલેન્ડે કતાર સામે બંને હાફમાં એક-એક ગોલ કર્યા હતા. કોડી ગાકપોએ તેને 26મી મિનિટે લીડ અપાવી હતી, જયારે ફ્રેન્કી ડી જોન્ગએ 49મી મિનિટમાં ટીમ માટે બીજો ગોલ કર્યો હતો. ત્યાં જ્યારે ફ્રેન્કી ડી જોંગે 49મી મિનિટે ટીમ માટે બીજો ગોલ કર્યો હતો. બીજી તરફ, સેનેગલ માટે 44મી મિનિટે ઈસ્માઈલા સરે પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. 69મી મિનિટે કાલિદૌ કૌલિબાલીએ તેના માટે બીજો ગોલ કર્યો હતો.
ઇક્વાડોર માટે એકમાત્ર ગોલ મોઇસેસ કૈસેડોએ 67મી મિનિટે કર્યો હતો. સેનેગલ છેલ્લે 2002 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધ્યું હતું. તે સેનેગલનો પ્રથમ ફિફા વર્લ્ડ કપ પણ હતો. ત્યારબાદ ટીમે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
નેધરલેન્ડના કોડી ગકપોએ ખાસ ઉપલબ્ધી મેળવી
નેધરલેન્ડ્સ ગ્રુપ બીમાંથી બીજા સ્થાને રહેલી ટીમ સામે રમશે જ્યારે સેનેગલ બીજા રાઉન્ડમાં ગ્રુપ બીની વિજેતા ટીમ સાથે રમશે. અલ ખોરમાં રમાયેલી મેચમાં કતાર શરૂઆતમાં નેધરલેન્ડ્સ સાથે બરાબરી પર હતો, પરંતુ અગાઉની બે મેચની જેમ કોડી ગાકપોએ તેની ટીમને ફરીથી શરૂઆતની લીડ અપાવી હતી.
કોડી ગકપો નેધરલેન્ડના ચોથા એવા ખેલાડી બન્યા છે જેમણે વિષકપમાં સતત 3 મેચોમાં ગોલ કર્યા હતા. આ પહેલા જોહાન નિસ્કેન્સ (1974), ડેનિસ બર્ગકેમ્પ (1994) અને વેસ્લી સ્નીજડર (2010) એ આ કારનામું કર્યું હતું.
ડેવી ક્લાસએ મુવ કરી અને બોલ ગાકપોને પાસ કર્યો. ગકપોએ ગોલ કરવામાં કોઈ ભૂલ કરી ન હતી. આ ગોલની સાથે ગલપો ઇટલીના એલેસેન્ડ્રો અલ્ટોબેલી(1986) પછી બીજ ખિલાડી બની ગયા છે, જેમને ગ્રુપ સ્ટેજની ત્રણ મેચમાં પોતાની ટિમ તરફથી પહેલો ગોલ કર્યો હતો.
આ પણ વાંચો: Women’s IPL: મહિલા આઈપીએલની ટીમો માટે લાગશે બોલી, 400 કરોડ હોઇ શકે છે ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઇઝ
નેધરલેન્ડના ડી જોન્ગએ રિબાઉન્ડ પર કર્યો ગોલ
નેધરલેન્ડ પહેલા હાફમાં ભારે પડ્યો હતો અને કેટલાક સારા મુવ બનાવ્યા હતા. કતારએ પણ એક બે અવસરોમાં ચેલેંગ રજૂ કર્યો, પરંતુ તે કોઈ પણ સમયે ગોળ કરવાની સ્થિતિમાં ન દેખાયો. નેધરલેન્ડએ બીજો હાફ શરૂ થતા તરતજ તેણે પોતાની લીડ વધારીને 2-0 કરી દીધી. તેની તરફથી, આ ગોલ ફ્રેન્કી ડી જોંગે રિબાઉન્ડ પર કર્યો હતો.
ક્લાસેનના ક્રોસમાંથી ડેપેનો શોટ કતારના ગોલકીપર બર્શમે અવરોધ્યો હતો, પરંતુ બોલ ડી જોંગ પાસે ગયો હતો. ત્યારે તેની સામે કોઈ ખેલાડી નહોતો. તેણે સરળતાથી સ્કોર કર્યો. નેધરલેન્ડ ત્રણ વખત વર્લ્ડ કપમાં રનર્સઅપ રહી છે. 2014માં પણ તે ત્રીજા સ્થાને રહ્યો હતો. જો કે, તે 2018 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. કતારે પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.
અલ રેયાનમાં સેનેગલ શરૂઆતથીજ ઈક્વાડોર પર ભારે પડ્યું છે. તેનાથી કોઈ સારા અવસર બનાવ્યા, જો કે તેમને પહેલી સફળતા પહેલા હાફમાં અંતિમ ક્ષણોમાં મળી હતી. પ્રથમ હાફના અંતના થોડા સમય પહેલા, પીરો હિન્કાપીએ સારને બોક્સની અંદર નીચે લાવ્યો અને રેફરીએ સેનેગલને પેનલ્ટી આપવામાં કોઈ ખચકાટ અનુભવ્યો ન હતો. ત્યારબાદ સારે સરળતાથી પેનલ્ટીને ગોલમાં બદલીને પોતાની ટીમને 1-0 થી આગળ કરી હતી.
સેનેગલ લીડ મેળવવા લાયક હતો, કેમ કે તેમનાથી મેચ શરુ થતાંજ ગોલ કરીને પોતાના ઈરાદા સાફ કરી દીધા હતા. ઈંદ્રીસા ગુઈએ અને લિમન નદીએ બનેવએ પાસ ગોલ કરવાના અવસરમાંજ હતા, પરંતુ તેમના શોટ બહાર ચાલ્યા ગયા હતા. કેસીડોએ 67મી મિનિટ કોર્નર કિક પર ગોલ કરીને ઇક્વાડોરની બરાબરી કરી હતી, પરંતુ તેની આ ખુશી માત્ર થોડી વાર માટેની હતી. 2 મિનિટ પછી કાલીબૂ કોલીબેલીએ સેનેગલને ફરી લીડ અપાવી હતી. ઇક્વાડોરએ તેના પછી ગોલ કરવાણી ઘણી કોશિશ કરી હતી, પરંતુ સેનેગલએ સંપૂર્ણ તાકાત ગોળ બચાવવામાં લગાવી દીધી હતી. અને તે સફળ પણ રહ્યું હતું.