France Riots After FIFA World Cup: ફીફા વર્લ્ડકપમાં આર્જેન્ટી સામે હાર બાદ ફ્રાન્સમાં હિંસા ભડકી છે. હાર બાદ પેરિસની ગલીઓમાં ચાહકોએ હંગામો કર્યો હતો. આગ લગાડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. પોલીસે ભીડ ઉપર કાબુ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
ધ સનના રિપોર્ટ પ્રમાણે પેરિસમાં પ્રસિદ્ધ ચૈમ્પ્સ-એલિસીઝ ઉપર ચાહકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. વિશ્વકપ ફાઇનલમાં જીની આશામાં હજારો ચાહકો પેરિસ અને ફ્રાન્સના અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. પરંતુ તેમની રાષ્ટ્રીય ટીમ આર્જેન્ટીના સામે હારી ગઈ હતી. જોકે, હાર બાદ ચાહકોનો ઉત્સાહ રોષમાં ફેલાયો હતો અને બેકાબૂ ભીડે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર થયું, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના ચેમ્પિયન
ઉલ્લેખનીય છે કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું છે. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ લિયોનલ મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું પુરું થયું છે. એકસ્ટ્રા ટાઇમમાં પણ પરિણામ ના આવતા પેનલ્ટી શૂટઆઉટમાં ચેમ્પિયનનો ફેંસલો કરવામાં આવ્યો હતો. જેમાં આર્જેન્ટિનાએ બાજી મારી હતી.
આવી રીતે થયા ગોલ
આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયોને ફ્રાન્સના ઓસ્માન ડેમ્બેલે પછાડ્યો હતો. જેના કારણે આર્જેન્ટિનાને 23મી મિનિટે પેનલ્ટી મળી હતી. કેપ્ટન મેસ્સીએ પેનલ્ટીમાં ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં એન્જલ ડી મારિયોએ ગોલ કરી આર્જેન્ટિનાને 2-0થી લીડ અપાવી હતી.ફ્રાન્સને 80મી મિનિટમાં પેનલ્ટી મળી હતી. જેમાં એમબાપેને ગોલ કર્યો હતો. એક મિનિટ પછી 81મી મિનિટે એમબાપેએ શાનદાર બીજો ગોલ કરીને સ્કોર 2-2થી સરભર કરી દીધો હતો. મેસ્સીએ એકસ્ટ્રા ટાઇમમાં 109મી મિનિટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી લીડ અપાવી હતી. જોકે અમબાપે ફરી ટીમની વહારે આવ્યો હતો અને 118મી મિનિટે ગોલ કરી સ્કોર 3-3થી સરભર કર્યો હતો.
વિજેતા ટીમને 347 કરોડ રૂપિયા
ફિફા વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને કરોડો રૂપિયામાં મળશે. ચેમ્પિયન અને રનર્સ અપ જ નહીં ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમને પણ કરોડો રૂપિયા મળશે. આ રકમ આઈપીએલના મુકાબલે ઘણી છે. આ વખતે ફિફા વર્લ્ડ કપમાં કુલ પ્રાઇઝ મની 440 મિલિયન ડોલર (લગભગ 3641 કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. તેમાં ચેમ્પિયન ટીમને 42 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ રૂપિયા)મળશે. આ 2018ના વર્લ્ડ કપ કરતા 4 મિલિયન ડોલર વધારે છે. રનર્સ અપ ટીમને 30 મિલિયન ડોલર (લગભગ 248 કરોડ રૂપિયા) મળશે.
કોને કેટલા રૂપિયા મળશે
ચેમ્પિયન – 347 કરોડ રૂપિયા
રનર્સ અપ – 248 કરોડ રૂપિયા
ત્રીજા સ્થાને રહેનાર ટીમ – 223 કરોડ રૂપિયા
ચોથા સ્થાને રહેનાર ટીમ – 206 કરોડ રૂપિયા
આર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું
આર્જેન્ટિના છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યું છે. તે 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 1978 અને 1986માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ફ્રાન્સની વાત કરવામાં આવે તો તે 1998 અને 2018માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.