રોનાલ્ડાએ 8 વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી જોર્જિના સાથે સગાઇ કરી, 42 કરોડ રુપિયા હોઇ શકે છે વિંટીની કિંમત

દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આખરે તેની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રીગ્જ સાથે સગાઈ કરી લીધી છે. બન્ને છેલ્લા લગભગ 8 વર્ષથી રિલેશનશિપમાં હતા

Written by Ashish Goyal
August 12, 2025 15:04 IST
રોનાલ્ડાએ 8 વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી જોર્જિના સાથે સગાઇ કરી, 42 કરોડ રુપિયા હોઇ શકે છે વિંટીની કિંમત
દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આખરે તેની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રીગ્જ સાથે સગાઈ કરી (તસવીર- ઇન્સ્ટાગ્રામ/@georginagio)

Cristiano Ronaldo Engaged Georgina Rodriguez : દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આખરે તેની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રીગ્જ સાથે સગાઈ કરી લીધી છે. બન્ને છેલ્લા લગભગ 8 વર્ષથી રિલેશનશિપમાં હતા. જોર્જિના રોડ્રિગ્જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તસવીરમાં તેણે આંગળીમાં વીંટી પહેરી છે. જોર્જિના રોડ્રીગ્જે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે હા મેં કરી. અત્યારે અને મારા પુરા જીવનમાં પણ.

જોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ પર સગાઈની પુષ્ટિ કરી હતી

જોર્જિના રોડ્રીગ્જે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ જોવા મળી રહ્યો છે. જોર્જિનાએ રોનાલ્ડોને પણ ટેગ કર્યો છે. રોનાલ્ડોએ પોતે ઇન્ટરનેટ પર હજી સુધી કંઇ પોસ્ટ કર્યું નથી. રોનાલ્ડો અને જોર્જિના લાંબા સમયથી સાથે છે અને હવે પોતાના સંબંધોમાં નવું પગલું ભરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ જોડી ક્યારે લગ્ન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

વિંટીની કિંમતનો અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે

સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ રિંગની તસવીર સામે આવતા જ વિવિધ એક્સપર્ટ્સે તેની કિંમત આંકવાનું શરૂ કરી દીધું હતું. આ વીંટી 5 સેન્ટીમીટરથી પણ વધારે લાંબી લાગતી હતી, તેની વચ્ચે એક મોટો અંડાકાર હીરો અને બે નાના રત્નો હતા. જ્વેલરી એક્સપર્ટ્સે રિંગની કિંમતનો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું છે.

બ્રિયોની રેમન્ડના જણાવ્યા અનુસાર મુખ્ય અંડાકાર હીરા 25 થી 30 કેરેટની વચ્ચે હોઈ શકે છે, જ્યારે અન્ય નિષ્ણાતો માને છે કે તે ઓછામાં ઓછા 15 કેરેટ હોવા જોઈએ. જ્વેલર ફ્રેન્ક ડાર્લિંગના ફાઉન્ડર કેગન ફિશરના જણાવ્યા અનુસાર બંને તરફના હીરા લગભગ 1 કેરેટ લાગે છે.

વિંટીની કિંમત 16.8થી 42 કરોડ સુધીની હોઈ શકે છે

હીરાની ગુણવત્તા અને કદ દર્શાવે છે કે તે એકદમ પ્રીમિયમ છે અને વ્યાવસાયિક મૂલ્યાંકન 2 થી 5 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 16.8 કરોડથી 42 કરોડ રૂપિયા) ની વચ્ચે છે. લોરેલ ડાયમંડ્સની લોરા ટેલર સૂચવે છે કે આ રિંગની ન્યૂનતમ કિંમત 2 મિલિયન અમેરિકન ડોલર હશે, જ્યારે રેર કેરેટના સીઇઓ અજય આનંદે રિંગની કિંમત 5 મિલિયન અમેરિકન ડોલર ગણાવી છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 5 બાળકોનો પિતા

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને જોર્જિના રોડ્રીગ્જથી ત્રણ બાળકો પણ છે. જોર્જિનાએ 12 નવેમ્બર 2017ના રોજ પુત્રી અલાના માર્ટિનાને જન્મ આપ્યો હતો. 18 એપ્રિલ 2022 ના રોજ તેણે પુત્રી બેલા એસ્મેરાલ્ડા અને પુત્ર એન્જલને જન્મ આપ્યો હતો, પરંતુ કમનસીબે એન્જલ જન્મના થોડા સમય પછી જ મૃત્યુ પામ્યો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અન્ય 3 બાળકો (ક્રિસ્ટિયાનો જુનિયર, માટાઓ અને ઇવા)નો પિતા છે.

આ પણ વાંચો – સંજુ સેમસનને કેમ ટીમમાં સામેલ કરવા માંગે છે ચેન્નાઇ સુપર કિંગ્સ, આ છે 4 પ્રમુખ કારણ

ક્રિસ્ટિયાનો જુનિયરની માતાની ઓળખ હંમેશા ગુપ્ત રાખવામાં આવી છે, જ્યારે જોડિયા બાળકો માટાઓ અને ઇવાનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. જોર્જિનાએ ઘણા સમય પહેલા એક મેગેઝિનના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે તમામ બાળકોને જન્મ આપ્યો નથી, પરંતુ તે તેમને તેમના બાળકો માને છે અને તે બાળકો તેમને માતા કહે છે.

કોણ છે જોર્જિના રોડ્રિગ્ઝ?

જોર્જિના સોશિયલ મીડિયા સેલિબ્રિટી, મોડલ અને ઉદ્યોગસાહસિક છે. 31 વર્ષીય જોર્જિનાનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો અને ત્યાર બાદ તેનો ઉછેર સ્પેનમાં થયો હતો. રોનાલ્ડોએ 2017માં તેની સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી. બંને ઝ્યુરિચમાં યોજાયેલા ફિફા ફૂટબોલ એવોર્ડ્સમાં પહેલી વખત જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. જ્યોર્જિના માન્ચેસ્ટર યુનાઇટેડ, રિયલ મેડ્રિડ અને યુવેન્ટસ તરફથી રમતી વખતે રોનાલ્ડો સાથે મુસાફરી કરતી હતી. હવે જ્યારે તે અલ-નસર તરફથી રમી રહ્યો છે, ત્યારે પણ તે આવું જ કરી રહી છે.

કેવી રીતે થઇ રોનાલ્ડો સાથે મુલાકાત?

રોનાલ્ડો અને જોર્જિનાની મુલાકાત વર્ષ 2016માં થઈ હતી જ્યારે તે મેડ્રીડના એક ગૂચ્ચી સ્ટોરમાં કામ કરતી હતી. રોનાલ્ડો 2009થી 2018 સુધી રિયલ મેડ્રિડ માટે રમ્યો હતો. અગાઉ તે 2003 થી 2009 દરમિયાન માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે હતો. રિયલ મેડ્રિડ બાદ તે યુવેન્ટસમાં ગયો હતો અને 2021 સુધી ત્યાં જ રહ્યો. ત્યાર બાદ તેણે એક વર્ષ સુધી માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે કામ કર્યું હતું અને 2022થી તે અલ-નસ્ર સાથે છે. 40 વર્ષીય ખેલાડીએ તાજેતરમાં જ અલ-નસ્ર સાથે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના કારણે તે આગળ રમશે કે કેમ તે અંગેની મહિનાઓની અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું હતુ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ