Mrinank Singh : પૂર્વ ક્રિકેટરે IPS ઓફિસર અને IPL પ્લેયર બનીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી, ઋષભ પંત પાસેથી 2 વર્ષમાં ઠગી લીધા 1.63 કરોડ

Mrinank Singh : મૃણાંક સિંહે રિષભ પંતને વૈભવી વસ્તુઓ અપાવવાના નામે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પંતના વકીલના જણાવ્યા અનુસાર, એક ક્રિકેટર હોવાને કારણે ઋષભે સરળતાથી મૃણાંક પર વિશ્વાસ કર્યો હતો

Written by Ashish Goyal
Updated : December 28, 2023 16:14 IST
Mrinank Singh  : પૂર્વ ક્રિકેટરે IPS ઓફિસર અને IPL પ્લેયર બનીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી, ઋષભ પંત પાસેથી 2 વર્ષમાં ઠગી લીધા 1.63 કરોડ
ઠગ મૃણાંક સિંહની દિલ્હી પોલીસે ધરપકડ કરી (Photo Credit: Special Arrangement)

Former cricketer Mrinank Singh Cheated Rishabh Pant : દિલ્હી પોલીસે તાજ પેલેસ સહિત અનેક લક્ઝરી હોટલ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ 25 વર્ષીય મૃણાંક સિંહ તરીકે થઈ છે. મૃણાક સિંહે જુલાઈ 2022માં દિલ્હીના તાજ પેલેસમાં 5.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં મૃણાંક સિંહે 2020 અને 2021 વચ્ચે ક્રિકેટર ઋષભ પંત સાથે કથિત રીતે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. મૃણાક સિંહે ઋષભ પંતને સસ્તા દરે મોંઘી ઘડિયાળો અને મોબાઈલ ફોન ઓફર કર્યા હતા. જોકે બાઉન્સ ચેકને કારણે ઋષભ પંતને રૂ. 1.63 કરોડનું નુકસાન થયું હતું.

મૃણાંક સિંહનો લક્ઝરી હોટલોમાં છેતરપિંડીનો ઈતિહાસ

ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર પોલીસે કહ્યું છે કે મૃણાંક સિંહ કર્ણાટકના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આલોક કુમાર હોવાનો ઢોંગ કરીને લક્ઝરી હોટલોમાં છેતરપિંડી કરતો હતો. જુલાઈ 2022માં તાજ પેલેસ વતી દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.

હોટલ તાજ પેલેસ પાસેથી રૂ.5.5 લાખની છેતરપિંડી કરી હતી

તેમાં કહેવામાં આવ્યું છે કે મૃણાંક સિંહ ગયા વર્ષે જુલાઈમાં એક સપ્તાહ સુધી હોટલમાં રોકાયો હતો અને તેનું 5,53,362 રૂપિયાનું બિલ ચૂકવ્યા વગર જતો રહ્યો હતો. જ્યારે મૃણાંકને બિલ ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે એડિડાસ ચૂકવશે. તેણે દાવો કર્યો હતો કે એડિડાસ તેને સ્પોન્સર કરી રહી છે. આ પછી કર્મચારીઓએ હોટલની બેંકની વિગતો મૃણાક સિંહ સાથે શેર કરી હતી. મૃણાંકે એક ટ્રાન્ઝેક્શન આઈડી આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે 2 લાખ રૂપિયાની ચુકવણી પૂર્ણ થઈ ગઈ છે. જોકે હોટલને તેમની સિસ્ટમ પર ટ્રાન્ઝેક્શન મળ્યું નથી.

મૃણાંક અને તેના મેનેજર ગગન સિંહનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના ડ્રાઇવરને બાકી રકમની ચુકવણી માટે રોકડ સાથે મોકલશે. જોકે, મૃણાંકે આપેલું વચન જૂઠું નીકળ્યું હતું. તેણે ચૂકવણી કરી ન હતી. આ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે મૃણાંકના સરનામા પર નોટિસ મોકલી હતી પરંતુ ત્યાં પણ તેનો સંપર્ક થઈ શક્યો નહીં. મૃણાંકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે મૃણાંક સિંહને તેમની મિલકતમાંથી કાઢી મુક્યા હતા કારણ કે તેમનો તેમના પર કોઈ નિયંત્રણ નથી. મૃણાંકના લોકેશનમાં વારંવાર ફેરફાર થવાને કારણે પોલીસ તેને ટ્રેસ કરી શકી ન હતી અને તેનો ફોન પણ બંધ હતો.

મૃણાંકને પકડવા માટે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ

આના પગલે પોલીસે મૃણાંક સિંહ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને જો તે દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવા માટે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવી હતી. 25 ડિસેમ્બરે મૃણાક સિંહને દિલ્હીના IGI એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો. મૃણાક સિંહ હોંગકોંગ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો – વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કર્યો, પીએમ નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

IPS ઓફિસર હોવાનો ડોળ કરીને લોકોને છેતરે છે

IGI એરપોર્ટ પર અટકાયત દરમિયાન, મૃણાક સિંહે ફરીથી ઇમિગ્રેશન અધિકારીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. મૃણાંકે પોતાને એડીજીપી કર્ણાટક આલોક કુમાર તરીકે ઓળખ આપીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ફોન કર્યો હતો અને IGI એરપોર્ટ પર ‘ગેરકાયદેસર રીતે અટકાયત’ કરવામાં આવેલા તેમના પુત્ર મૃણાંક સિંહની મદદ કરવા માટે તેમની સહાયતા માંગી હતી.

પિતાને પણ ગણાવ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર

જોકે ઈમિગ્રેશન અધિકારીઓએ તેને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. પૂછપરછ દરમિયાન મૃણાક સિંહે વારંવાર પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. મૃણાંક સિંહે દાવો કર્યો હતો કે તેમના પિતા અશોક કુમાર સિંહ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી હતા અને 1980ના દાયકાથી 90ના દાયકાના અંત સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા.

મૃણાંકે પોલીસને એમ પણ જણાવ્યું કે તેના પિતા હાલમાં એર ઈન્ડિયામાં મેનેજર તરીકે કામ કરતા હતા અને આઈજીઆઈ એરપોર્ટ પર પોસ્ટેડ હતા. મૃણાંકે પાછળથી ખુલાસો કર્યો હતો કે તેણે કર્ણાટકના ADGP હોવાનો ઢોંગ કરીને લાખો રૂપિયાની અનેક લક્ઝરી રિસોર્ટ અને હોટલ સાથે છેતરપિંડી કરી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સ (2014 થી 2018)નો ભાગ હોવાનો દાવો કર્યો અને તેનો ઉપયોગ હોટલના બિલ ચૂકવવા માટે કર્યો.

IPL પ્લેયર બન્યા પછી પણ લોકોને છેતર્યા

પોલીસના જણાવ્યા અનુસાર, મૃણાંક સિંહના ટાર્ગેટમાં હોટલ, બાર, રેસ્ટોરન્ટ, યુવતીઓ, કેબ ડ્રાઈવર, નાના ફૂડ આઉટલેટ અને અન્યનો સમાવેશ થાય છે. ન્યૂઝ નેક્સ્ટના રિપોર્ટ અનુસાર મેદાનમાં સફળતા ન મળતા મૃણાક સિંહે IPL પ્લેયર હોવાના બહાને લોકોને છેતરવાનું ષડયંત્ર રચ્યું હતું. એકવાર તેણે પોતાને ભારતીય ક્રિકેટર પણ ગણાવ્યો હતો.

મૃણાંક અને ઋષભ મિત્રો નથીઃ પંતના વકીલ

અહેવાલમાં એડવોકેટ અને ભૂતપૂર્વ ક્રિકેટર એકલવ્ય દ્વિવેદીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઋષભ પંત અને મૃણાંક સિંહ કોઈપણ રીતે નજીક નથી, પરંતુ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. તેઓ 2013-14ની આસપાસ ઘરેલુ કેમ્પમાં મળ્યા હતા. આરોપી જુનિયર લેવલ કે અન્ય લેવલ પર ક્રિકેટ રમતો હતો. તે ઘણીવાર લોકોને છેતરવા માટે તે ઓળખનો ઉપયોગ કરતો હતો.

ઋષભ પંતના વકીલ એકલવ્ય દ્વિવેદીએ કહ્યું કે લાંબા અંતર પછી 2020 અથવા 2021માં મૃણાક સિંહે રિષભ પંતનો સંપર્ક કર્યો. મૃણાક સિંહે ઋષભ પંતને કહ્યું કે તેણે લક્ઝરી સામાનનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. તે તેને ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકે છે. તે ઋષભની માલિકીની કોઈપણ લક્ઝરી સામાન પણ વેચી શકે છે. એક ક્રિકેટર હોવાના કારણે ઋષભ પંત મૃણાંક પર ભરોસો કરતો હતો.

મૃણાક સિંહનું નામ એક મહિના પહેલા સુધી સમાચારમાં ન હતું અને ભૂતપૂર્વ ક્રિકેટર અન્ય એક છેતરપિંડીના કેસમાં મુંબઈની જેલમાં બંધ હોવા છતાં, આ નિષ્ફળ ક્રિકેટર વિશે બહુ રસ ન હતો. જોકે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત મૃણાંકનો શિકાર થયો હોવાના સમાચાર મળ્યા પછી ચર્ચામાં આવ્યો હતો.

ઋષભે ઓર્ડર આપ્યો અને તેના બેંક ખાતામાંથી થોડા પૈસા મોકલ્યા હતા. તેણે મૃણાંકને કેટલીક વસ્તુઓ વેચવા માટે પણ આપી હતી, પરંતુ આરોપીએ તેને કોઈ વસ્તુ આપી ન હતી. ઋષભ અને તેનો મેનેજર બંને મૃણાંકને ફોન અને મેસેજ કરતા રહ્યા. બંનેએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે ડિલિવરી થઈ જાય, પરંતુ મૃણાંક બહાનું કાઢતો રહ્યો. તેણે કોઈ સામાન આપ્યો ન હતો. આ પછી તેમની વચ્ચે મૌખિક કરાર થયો હતો. જે અંતર્ગત મૃણાક સિંહે ઋષભ પંતને 1.63 કરોડ રૂપિયાનો ચેક આપ્યો, પરંતુ તે બાઉન્સ થયો. બેંકમાં લગભગ 1.3 કરોડ રૂપિયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ