India (IND) vs Australia (AUS) 3st Test Day 4 Score : ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે ફોલોઓન ટાળી દીધું છે. ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારતે ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન બનાવી લીધા છે. ભારત હજુ 193 રન પાછળ છે અને તેની 1 વિકેટ બાકી છે. દિવસના અંતે આકાશદીપ 27 અને બુમરાહ 10 રને રમતમાં છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની અડધી સદી
કેએલ રાહુલ સદી ચૂક્યો હતો. તે 84 રન બનાવી આઉટ થયો હતો. રાહુલે 139 બોલમાં 8 ફોર સાથે 84 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 123 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 77 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે 152 અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 21, નાથન મેકસ્વીનીએ 9, માર્નસ લેબુશેને 12, મિચેલ માર્શે 5 અને પેટ કમિન્સે 20 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 18 અને નાથન લિયોને 2 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ ખાતું ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 6 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આકાશદીપ અને નીતિશ કુમાર રેડ્ડી પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.





