India (IND) vs Australia (AUS) 3st Test Day 3 Live Score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં શનિવારે 14 ડિસેમ્બરથી રમાઈ. ટેસ્ટનો ત્રીજો દિવસ વરસાદથી પ્રભાવિત રહ્યો હતો. દિવસની રમત પુરી થઈ ત્યાં સુધી ભારતે પહેલી 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 33 અને રોહિત શર્મા ખાતું ખોલાયા વગર ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 4 રન, શુભમન ગિલ 1 રન, વિરાટ કોહલી 3 રન અને ઋષભ પંત 9 રન બનાવીને આઉટ થયા છે. ઓસ્ટ્રેલિયન બોલરની વાત કરીએ તો મિચેલ સ્ટાર્કે 2, જોશ હેજલવુડ અને પેટ કમિંસે એક એક વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ થઈ
ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે 152 અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 21, નાથન મેકસ્વીનીએ 9, માર્નસ લેબુશેને 12, મિચેલ માર્શે 5 અને પેટ કમિન્સે 20 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 18 અને નાથન લિયોને 2 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ ખાતું ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 6 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આકાશદીપ અને નીતિશ કુમાર રેડ્ડી પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
વરસાદના કારણે ત્રીજા દિવસની રમત મોડી શરૂ થઈ
ત્રીજા દિવસની રમત ભારતીય સમય અનુસાર સવારે 5.20 કલાકે શરૂ થવાની હતી. જો કે, આ પહેલા વરસાદ આવતા એવું લાગી રહ્યું હતું કે મેચ સમયસર શરૂ નહીં થાય પરંતુ વરસાદ બંધ થઈ ગયો અને મેચ માત્ર 5 મિનિટ મોડી શરૂ થઈ. રમતના પ્રથમ બે દિવસની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા હાલમાં ડ્રાઇવિંગ સીટ પર છે. પ્રથમ દિવસ વરસાદે ધોવાયો હતો. આખી રમત બીજા દિવસે થઈ. ભારતીય ટીમે પ્લેઇંગ 11માં 2 ફેરફાર કર્યા છે. રવિન્દ્ર જાડેજા અને આકાશદીપને તક મળી. ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં 1 ફેરફાર થયો હતો. જોશ હેઝલવુડ પરત ફર્યા.





