હેડ કોચ બનેલા ગૌતમ ગંભીર પાસે છે BMW અને ઓડી, દર મહિને કરોડોની કમાણી, જાણો રાહુલ દ્રવિડ કેટલા છે અમીર

Gautam Gambhir vs Rahul Dravid Net Worth : ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરવામાં આવી છે. રાહુલ દ્રવિડના સ્થાને ગંભીરને કોચ બનાવવામાં આવ્યા છે

Gautam Gambhir vs Rahul Dravid Net Worth : ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરવામાં આવી છે. રાહુલ દ્રવિડના સ્થાને ગંભીરને કોચ બનાવવામાં આવ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
gautam gambhir, rahul dravid

રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીરને કોચ બનાવવામાં આવ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)

Gautam Gambhir vs Rahul Dravid Net Worth : ગૌતમ ગંભીર છેલ્લા કેટલાક દિવસોથી સતત હેડલાઇન્સમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરવામાં આવી છે. રાહુલ દ્રવિડના સ્થાને ગંભીરને કોચ બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી બાદ સાંસદ બનેલા ગંભીર માટે આ નવી ઈનિંગની શરુઆત હશે. ગૌતમ ગંભીર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બિઝનેસ વેન્ચર્સ અને પોતાના રોકાણ દ્વારા અઢળક કમાણી કરે છે અને કરોડોની સંપત્તિના માલિક છે. આજે અમે વાત કરીશું ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડની નેટવર્થ વિશે અને તમને જણાવીશું કે આ બંને ક્રિકેટ ખેલાડીઓમાં કોણ વધુ અમીર છે.

Advertisment

ગૌતમ ગંભીર નેટ વર્થ

ક્રિકેટર ગૌતમ ગંભીર લગભગ 10 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે અને 2007ના ટી 20 વર્લ્ડ કપ અને 2011ના વર્લ્ડ કપમાં ટીમની જીતમાં તેનો મોટો ફાળો રહ્યો છે. વર્ષ 2019માં પૂર્વ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડનાર ગૌતમ ગંભીરે પોતાના સોગંદનામામાં 147 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. તેણે પોતાના પર 35 કરોડ રૂપિયાથી વધુની લોન પણ બતાવી હતી. દિલ્હીની હિન્દુ કોલેજમાં બીએમાં એડમિશન લેનારા ગંભીરે ગ્રેજ્યુએશન અધવચ્ચે છોડી દીધું હતું.

પરંતુ હાલ તાજેતરના મીડિયા રિપોર્ટમાં ગંભીર પાસે 265 કરોડથી વધુની સંપત્તિ હોવાની માહિતી મળી છે. વર્ષ 2019ની વાત કરીએ તો તેમના બેંક ખાતામાં 2 કરોડ 70 લાખથી વધુ રૂપિયા હતા. આ સિવાય ગંભીર પાસે બોન્ડ, ડિબેન્ચર અને સ્ટોક કંપનીઓમાં 26 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ છે. તેની પાસે 4 લાખ રૂપિયાથી વધુની પીપીએફ ડિપોઝિટ પણ છે. આ સિવાય ગંભીરના નામે 1 કરોડ રૂપિયાથી વધુ એલઆઈસી છે.

આ પણ વાંચો - નતાશા સાથે તલાકની અફવા વચ્ચે હાર્દિક પંડ્યાની આ રશિયન મોડલ સાથે તસવીર વાયરલ, જાણો શું છે કહાની

Advertisment

કાર કલેક્શનની વાત કરીએ તો ગૌતમ ગંભીર પાસે ઘણી મોંઘી કાર છે, જેની કિંમત 1 કરોડ 27 લાખથી વધુ છે. ગંભીર પાસે ઓડી ક્યુ5, બીએમડબલ્યુ 530ડી, મારુતિ સુઝુકી એસએક્સ4, મારુતિ સુઝુકી બાલેરો, કેટીએમ બાઇક, મહિન્દ્રા બોલેરો જેવા વૈભવી વાહનો છે. તેણે એમ પણ જાહેર કર્યું કે તેની પાસે 29 લાખ રૂપિયાથી વધુના સોના અને ચાંદીના આભૂષણો છે. ગંભીર પાસે 28 કરોડ રૂપિયાથી વધુની કમર્શિયલ અને રહેણાંક મિલકતો છે. દિલ્હીના રાજેન્દ્ર નગરમાં રહેતા ગંભીરના દિલ્હીમાં ત્રણ રહેણાંક મકાનો છે, જેમાંથી બેની કિંમત 4 કરોડથી વધુ છે અને એકની કિંમત 7 કરોડથી વધુ છે.

રાહુલ દ્રવિડ નેટવર્થ

સ્પોર્ટસકીડાના મતે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની નેટવર્થ આશરે રુપિયા 320 કરોડ જેટલી છે. તેમની આવકનો મુખ્ય સ્રોત મેચ ફી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. આ ઉપરાંત તેમણે સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટેટર તરીકે પણ કામ કર્યું છે. ભારતીય ટીમ તરીકે તેમને વાર્ષિક રુપિયા 12 કરોડની ફી મળતી હતી. ટીમ ઈન્ડિયા તરફથી રમતી વખતે તેને બીસીસીઆઈના એ ગ્રેડ ક્રિકેટરની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળતા હતા.

દ્રવિડ પેપ્સી, એશિયન પેઇન્ટ્સ, હચ, ગૂગલ પિક્સલ, જિલેટ, સેમસંગ, ક્રેડ જેવી ઘણી લોકપ્રિય અને મોટી બ્રાન્ડ્સ માટે જાહેરાત કરતા રહ્યા છે. દ્રવિડ બ્રિટાનિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. બેંગ્લોરના ઈન્દિરા નગરમાં તેમની પાસે 5 કરોડથી વધુની કિંમતનું એક આલીશાન ઘર છે, જે તેમણે વર્ષ 2010માં ખરીદ્યું હતું. આ ઉપરાંત તેની પાસે પોર્શે 911 કેરેરા એસ, મર્સિડીઝ બેન્ઝ જીએલઇ 350, ઓડી ક્યૂ5, હ્યુન્ડાઇ ટક્સન અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જેવી મોંઘી કાર પણ છે.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ