Gautam Gambhir Live: ટીમ ઇન્ડિયા નવ નિયુક્ત હેડ કોચ ગૌતમ ગંભીર અને અજીત અગરકરે આજે પ્રેસ કોન્ફરન્સ કર છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહેલી અટકળો અંગે ઘણા ખુલાસા કર્યા છે. ભારત વિ શ્રીલંકા ટી 20 અને વન ડે સિરીઝ માટે જનાર ટીમ પસંદગી અને દિગ્ગજ ખેલાડીઓના રમવા અંગે ઉઠી રહેલી ચર્ચાઓ અંગે પણ ગૌતમ ગંભીર અને અજીત અગરકરે મોટી વાત કરી છે.
શ્રીલંકા પ્રવાસે જતાં પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર સોમવારે સવારે મુંબઇ ખાતે ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીલંકા પ્રવાસે જનાર ટી 20 ટીમ ઇન્ડિયા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ને બદલે સૂર્યકુમાર યાદવની પસંદગી અંગે ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે, આ નિર્ણય ફિટનેસ, ડ્રેસિંગ રુમ ફિડબેક અને વર્તમાન ફોર્મ સહિત બાબતોને ધ્યાનમાં લઇને નિર્ણય કરવામાં આવ્યો છે.
રવિન્દ્ર જાડેજા અંગે સ્પષ્ટતા કરતાં અજીત અગરકરે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા હોનહાર ખેલાડી છે. જાડેજા ટીમ ઇન્ડિયાનો ભાગ છે. ટી 20 વિશ્વ કપ બાદ જાડેજાએ ટ 20 ફોરમેટમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ તે હજુ ટીમ ઇન્ડિયાનો ભાગ છે. વન ડે અને ટેસ્ટ માટે તે હજુ ટીમ ઇન્ડિયાનો શાનદાર ખેલાડી છે. શ્રીલંકા સામેની વન ડે સિરીઝ માટે જાડેજાની પસંદગી કરવામાં નથી એ પાછળ બીજું કોઇ કારણ નથી. માત્ર વર્કલોડ ને પગલે જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સૂર્યકુમાર સફળતાના આસમાને
વિરાટ કોહલી અને રોહિત શર્મા અંગે વાત કરતાં હેડ કોચ ગૌતમ ગંભીર જણાવે છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને દિગ્ગજ ખેલાડી છે. બંનેમાં હજુ ઘણું ક્રિકેટ છે અને તેઓ વર્લ્ડ કપ 2027 સુધી તો રમી શકે એમ છે. વિરાટ અને રોહિત ટી 20 ફોરમેટ નથી રમી રહ્યા તો તેઓ અન્ય ફોરમેટમાં વધુ મેચ રમશે.
ગૌતમ ગંભીરે વિરાટ કોહલી સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ મામલો ટીઆરપી માટે સારો છે. અમારા બંને વચ્ચે સંબંધ સારા જ છે. વિરાટ અને હું બંને દેશ માટે રમીએ છીએ. ગૌતમ ગંભીરે સપોર્ટ સ્ટાફને લઇને કહ્યું કે, શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા સાથે અભિષક નાયર, રેયોન ટેન ડોએશેટ, સાઈરાજ બહુતુલે અને ટી દિલીપ જશે. શ્રીલંકા સિરીઝ બાદ સપોર્ટ સ્ટાફ અંગે ઠોસ નિર્ણય લેવાશે.