Gautam Gambhir : ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ સામે આવી પહેલી પ્રતિક્રિયા, શું કહ્યું જાણો

Gautam Gambhir Head Coach : રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી

Written by Ashish Goyal
Updated : July 10, 2024 11:07 IST
Gautam Gambhir : ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ સામે આવી પહેલી પ્રતિક્રિયા, શું કહ્યું જાણો
રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના કોચની કમાન સોંપવામાં આવી (તસવીર - એક્સપ્રેસ)

Gautam Gambhir Indian Cricket Team Head Coach : ગૌતમ ગંભીર હવે ભારતીય ક્રિકેટ ટીમને નવા હેડ કોચ મળ્યા છે. હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા સામે આવી છે. ગૌતમ ગંભીરે દેશ માટે સમર્પણ અંગે મોટી વાત કરી છે. રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર ને કમાન સોંપવામાં આવી છે. એક ખેલાડી તરીકે ગૌતમ ગંભીરનું સૌથી મોટું યોગદાન ભારત માટે ટી 20 અને વન-ડે વર્લ્ડકપ જીતવામાં રહ્યું છે. તેણે 2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011ના વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં મેચ વિનિંગ્સ ઈનિંગ રમી હતી અને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

હાલની ભારતીય ટીમમાં 2 એવા ખેલાડી હશે, જેની સાથે ગૌતમ ગંભીર રમ્યા છે અને વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. આ બંને ખેલાડીઓ છે વિરાટ કોહલી અને રોહિત શર્મા. રોહિત શર્મા ટી 20 વર્લ્ડ કપ 2007માં પણ ભારતીય ટીમનો ભાગ હતો. વિરાટ કોહલી 2011ના વન ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતો.

કારકિર્દીના અંતિમ તબક્કામાં રોહિત અને કોહલી

હવે રોહિત અને કોહલી કારકિર્દીના આખરી તબક્કામાં છે. બન્નેએ વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે જ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ દરમિયાન ગૌતમ ગંભીરે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી કરી છે. આ ટ્રાંઝિશન તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રોહિત અને વિરાટ જેવા દિગ્ગજ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ શોધવાની જવાબદારી તેના પર રહેશે.

આ પણ વાંચો – ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ, જય શાહે કરી જાહેરાત

ગૌતમ ગંભીર હેડ કોચ કાર્યકાળ ક્યાં સુધી રહેશે

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ 3.5 વર્ષનો રહેશે. તેઓ જુલાઈ 2024થી ડિસેમ્બર 2027 સુધી મુખ્ય કોચ રહેશે. તેઓ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળશે. ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમની નજર આઇસીસીની 5 ટ્રોફી પર રહેશે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ જૂનમાં ઇંગ્લેન્ડમાં યોજાશે.

ભારતીય ટીમ સતત ત્રીજી વખત ફાઈનલ રમે તેવી શક્યતા છે. આ પછી 2026માં શ્રીલંકા અને ભારતની યજમાનીમાં ટી 20 વર્લ્ડ કપ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 2027માં જૂનમાં યોજાશે. આ વર્ષે વન ડે વર્લ્ડકપ પણ યોજાશે.

હેડ કોચ ગૌતમ ગંભીર ની પ્રથમ પ્રતિક્રિયા

કોચ બન્યા પછી ગૌતમ ગંભીરની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ગૌતમ ગંભીરે તિરંગાનો ફોટો એક્સ પર શેર કરતા લખ્યું કે ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી એ મારા જીવનનો સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે. અલગ ભૂમિકામાં જ ભલે હું પરત આવીને ગર્વ અનુભવી રહ્યો છું. મારું લક્ષ્ય તે જ છે જે તે હંમેશાં રહ્યું છે. દરેક ભારતીયને ગૌરવ અપાવવાનું છે. મેન ઇન બ્લુ 1.4 બિલિયન ભારતીયોનાં સપનાને પોતાના ખભે ઉઠાવે છે અને હું આ સપાને સાકાર કરવા માટે પોતાની બધી તાકાત લગાવી દઇશ.

ગૌતમ ગંભીરની કારકિર્દી

ગૌતમ ગંભીરે ભારત માટે 58 ટેસ્ટની 104 ઇનિંગ્સમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા છે. તેણે 9 સદી અને 22 અડધી સદી ફટકારી હતી. 147 વન ડેની 143 ઈનિંગ્સમાં 39.68ની સરેરાશથી 5238 રન ફટકાર્યા છે. જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે. 37 ટી-20 ઈન્ટરનેશનલની 36 ઈનિંગ્સમાં 27.41ની એવરેજથી 932 રન બનાવ્યા છે. જેમાં 7 અડધી સદી સામેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ