Fastest Century in Worldcup : ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ્સ સામે આક્રમક બેટિંગ કરતા 40 બોલમાં સદી ફટકારી દીધી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી ફાસ્ટેસ્ટ સદી છે. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે. માર્કરામે આ જ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી. મેક્સવેલે નેધરલેન્ડ્સ સામે 44 બોલમાં 9 ફોર અને 8 સિક્સરની મદદથી 106 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 399 રન બનાવ્યા
ગ્લેન મેક્સવેલ (106) અને ડેવિડ વોર્નર (104)ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સ સામે 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા છે. સ્ટિવન સ્મિથ (71) અને માર્નશ લાબુશેન (62) અડધી સદી ફટકારી હતી.
મેક્સવેલે 18 દિવસની અંદર જ માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્કરામે 7 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટેસ્ટ 100 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.
વર્લ્ડ કપમાં ટોપ-5 સૌથી ફાસ્ટેસ્ટ સદી
40 બોલ – ગ્લેન મેક્સવેલ, 202349 બોલ – એડન માર્કરામ, 202350 બોલ – કેવિન ઓ બ્રાયન, 201151 બોલ – ગ્લેન મેક્સવેલ, 201552 બોલ – એબી ડી વિલિયર્સ, 2015
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 પછી પીસીબી બાબર આઝમને કેપ્ટન પદેથી હટાવશે? પાકિસ્તાની મીડિયામાં ચર્ચા
વન-ડેમાં સૌથી ફાસ્ટેસ્ટ સદીની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે છે. ડી વિલિયર્સે 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી. વન-ડેમાં સૌથી ફાસ્ટેસ્ટ સદીની યાદીમાં ગ્લેન મેક્સવેલ ચોથા સ્થાને આવી ગયો છે.
વન-ડેમાં ટોપ-5 સૌથી ફાસ્ટેસ્ટ સદી
31 બોલ – એબી ડી વિલિયર્સ, દક્ષિણ આફ્રિકા, 201536 બોલ – કોરી એન્ડરસન, ન્યૂઝીલેન્ડ, 201437 બોલ – શાહિદ આફ્રિદી, પાકિસ્તાન, 199640 બોલ – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા, 202341 બોલ – આસિફ ખાન, યુએઈ, 2023