Glenn Maxwell: ગ્લેન મેક્સવેલે મેલબોર્ન સ્ટાર્સના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું, જાણો કેમ

Glenn Maxwell Steps Down As Captain Of Melbourne Stars: ગ્લેન મેક્સવેલનો હજુ બે વર્ષનો કોન્ટ્રાક્ટ બાકી છે જો કે તેણે વહેલા મેલબોર્ન સ્ટાર્સના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે..

Written by Ajay Saroya
January 19, 2024 16:36 IST
Glenn Maxwell: ગ્લેન મેક્સવેલે મેલબોર્ન સ્ટાર્સના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું, જાણો કેમ
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિકેટર છે. (Photo - @gmaxi_32)

Glenn Maxwell Steps Down As Captain Of Melbourne Stars: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્લેન મેક્સવેલે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે તેની ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી.

મેલબોર્ન સ્ટાર્સે લીગમાં તેની છેલ્લી મેચ હોબાર્ટ હરિકેન્સ (Hobart Hurricanes) સામે રમી હતી. આ મેચમાં હોબાર્ટ હરિકેન્સે મેલબોર્ન સ્ટાર્સને 7 રનથી હરાવ્યું હતું. આ મેચ પછી, તેમણે નેટ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કેપ્ટનશિપ છોડવાના નિર્ણય વિશે જાણ કરી.

મેલબોર્ન સ્ટાર્સ ફરી એકવાર બિગ બેશ લીગની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયા અને એડિલેટ સ્ટ્રાઇકરની સિડની થંડર પર જીતની સાથે જ તે ટૂર્નામેન્ટમાંથી બહાર બહાર થઈ ગયા. આ વખતે, મેલબોર્ન સ્ટાર્સે 10 મેચમાંથી 4 જીત અને 6 હાર સાથે આ યાદીમાં છઠ્ઠા સ્થાને પોતાની સફર સમાપ્ત કરી હતી. આ હારની જવાબદારી લેતા ગ્લેન મેક્સવેલે ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. મેક્સવેલ પાસે હજુ 2 વર્ષનો કરાર બાકી હતો.

આ સિઝનમાં મેક્સવેલનું પર્ફોર્મન્સ ખરાબ

35 વર્ષીય મેક્સવેલનો હજુ બે વર્ષનો કોન્ટ્રાક્ટ બાકી હતો, પરંતુ તેણે પહેલાથી જ સુકાની પદ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. મેક્સવેલની આ સિઝન પણ સારી રહી ન હતી. તેણે 34.71ની એવરેજ અને 173.57ની સ્ટ્રાઈક રેટથી 243 રન બનાવ્યા, જો કે એક પણ હાફ સેન્ચ્યુરી ફટકારી શક્યો નહીં. તેનો સર્વોચ્ચ સ્કોર 35 રન હતો. તેણે સિઝનની 9 મેચમાં 7 વિકેટ પણ લીધી હતી.

હોબાર્ટ હરિકેન્સ પણ BBL ટાઈટલ જીતવામાં અસફળ

તમને જણાવી દઈએ કે ગ્લેન મેક્સવેલ એકમાત્ર એવો ખેલાડી નથી જેણે બિગ બેશ લીગની ટ્રોફી જીતી નથી, તેની સિવાય હોબાર્ટ હરિકેન્સની ટીમ પણ આવી જ છે જે એક વખત પણ ચેમ્પિયન બની નથી. મેલબોર્ન સ્ટાર્સની ટીમ ત્રણ વખત ટાઈટલ મેચમાં પહોંચી છે, પરંતુ દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો છે. તે 2018-19 અને 2019-20માં સતત બે સિઝનમાં ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. તેમને 2018-19 સિઝનની ફાઇનલમાં રેનેગેડ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ