Google Doodle Today: આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ આજથી શરૂ, ગૂગલે બનાવ્યું કલરફુલ ડૂડલ

Google Doodle Today, ICC Women’s T20 World Cup 2024: આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે, આ દિવસને યાદગાર બનાવવા ગૂગલે શાનદાર કલરફુલ ડૂડલ બનાવ્યું છે.

Google Doodle Today, ICC Women’s T20 World Cup 2024: આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે, આ દિવસને યાદગાર બનાવવા ગૂગલે શાનદાર કલરફુલ ડૂડલ બનાવ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Google Doodle ICC Womens T20 World Cup | Google Doodle | ICC Womens T20 World Cup

Google Doodle Today, ICC Women’s T20 World Cup 2024: આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ગૂગલ ડૂડલ બનાવ્યું છે. (Photo: Google)

Google Doodle Today (2024 ICC મહિલાનો T20 વિશ્વ કપ): આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપની 9મી સીઝન 3 ઓક્ટોબર 2024ના સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં શરૂ થઇ રહી છે. આ અવસર પર ગૂગલે આ ટૂર્નામેન્ટમાં રમી રહેલી મહિલા ક્રિકેટરો માટે એક ક્રિએટિવ અને કલરફુલ શાનદાર ડૂડલ તૈયાર કર્યું છે.

Advertisment

Google Doodle ICC Womens T20 World Cup : આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ ગૂગલ ડૂડલમાં શું છે ખાસ?

આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપના અવસરે બનાવવામાં આવેલા આ કલરફુલ ડૂડલમાં મહિલા ક્રિકેટરોને પીચ પર દેખાડવામાં આવી છે. એક મહિલા ક્રિકેટર બેટિંગ કરતી જોવા મળે છે અને બીજો કેચ પકડી રહી છે. તો ત્રીજી ક્રિકેટ વિકેટ પડવાની ઉજવણી કરતી જોવા મળી શકે છે. ગૂગલ ડૂડલમાં ક્રિકેટ બોલ પણ દેખાય છે અને તે ગૂગલના O માં બોલ દર્શાવવામાં આવ્યો છે.

ગૂગલ ડૂડલ પેજ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આજનું ડૂડલ 2024માં આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપને સેલિબ્રેટ કરી રહ્યું છે. 2009માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની નવમી એડિશન છે. સંયુક્ત આરબ અમીરાત આ મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જેમાં 10 ટીમો ભાગ લેશે. ’

Advertisment

તમને જણાવી દઇયે કે, આઇસીસીની આ પ્રથ ઈવેન્ટ છે, જેમા મહિલા ક્રિકેટરોને પણ તેમના પુરુષ સમકક્ષ જેટલી જ ઈનામી રકમ મળશે. આ ટૂર્નામેન્ટના વિજેતાઓને 2.34 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવશે. અત્રે નોંધનિય છે કે, ક્રિકેટ ટીમોને ગ્રુપ સ્ટેજ માટે બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત જે ગ્રૂપમાં છે તેમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન છે.

આ પણ વાંચો | મહિલા ટી 20 વર્લ્ડ કપ કાર્યક્રમ, ફોર્મેટ, રેકોર્ડ સહિત બધી માહિતી

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ ભારતની પ્રથમ મેચ

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ શુક્રવાર 4 ઓક્ટોબર)ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. આ સાથે જ પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ રવિવાર 6 ઓક્ટોબર રાખવામાં આવી છે. તો ટીમ ઇન્ડિયા 9 ઓક્ટોબર બુધવારના રોજ શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ દુબઈમાં યોજાશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 13 ઓક્ટોબર (રવિવાર)ના રોજ શારજાહમાં રમાશે.

ક્રિકેટ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ