TPL 7 : ટેનિસ પ્રીમિયર લીગમાં GS દિલ્હી એસિસ ચેમ્પિયન, પ્રથમ ટાઇટલ જીત્યું

Tennis Premier League 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 માં GS દિલ્હી એસિસ ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં GS દિલ્હી એસિસે યશ મુંબઈ ઇગલ્સ સામે 51-36થી વિજય મેળવ્યો

Tennis Premier League 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 માં GS દિલ્હી એસિસ ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં GS દિલ્હી એસિસે યશ મુંબઈ ઇગલ્સ સામે 51-36થી વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GS Delhi Aces title, Tennis Premier League Season 7

ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 માં GS દિલ્હી એસિસ ચેમ્પિયન બન્યું

Tennis Premier League (TPL) Season 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 માં GS દિલ્હી એસિસ ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં GS દિલ્હી એસિસે યશ મુંબઈ ઇગલ્સ સામે 51-36થી વિજય મેળવ્યો હતો. GS દિલ્હી એસિસે પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી.

Advertisment

ટૂર્નામેન્ટની ફાઇનલમાં GS દિલ્હી એસિસ અને યશ મુંબઈ ઇગલ્સ આમને સામને હતા. મેચની શરૂઆત મહિલા સિંગલ્સ સાથે થઈ હતી. જ્યાં સોફિયા કોસ્ટાલસનો સામનો રિયા ભાટિયા સામે થયો. કોસ્ટાલસે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, અને 18-7 થી શાનદાર વિજય મેળવી સિંગલ્સમાં પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો હતો.

મિક્સ ડબલ્સમાં સોફિયા કોસ્ટાલસે જીવન નેદુન્ચેઝિયાન સાથે મળીને રિયા ભાટિયા અને નિકી પૂનાચાનો સામનો કર્યો હતો. દિલ્હી એસિસની જોડીએ શરૂઆતથી જ મેચ પર નિયંત્રણ રાખ્યું હતું અને 16-9થી જીત મેળવી હતી.

પુરુષોની સિંગલ્સમાં 30 વર્ષીય બિલી હેરિસનો સામનો દામીર ડ્ઝુમહુર સામે થયો. વિશ્વના 57માં ક્રમાંકિત ઝુમહુરે શાનદાર પ્રદર્શન કર્યું અને 16-9થી જીત મેળવી હતી. આ પરિણામ છતાં જીએસ દિલ્હી એસિસે 11 પોઇન્ટની આરામદાયક લીડ જાળવી રાખી. પુરુષોની ડબલ્સમાં બિલી હેરિસ અને જીવન નેદુન્ચેઝિયાનનો સામનો નિકી પૂનાચા અને દામીર ડ્ઝુમહુર સામે થયો, જીએસ દિલ્હી એસિસની જોડીએ 8-4થી જીત મેળવી અને 51-36 ચેમ્પિયન બન્યા હતા.

Advertisment

આ પણ વાંચો - લિએન્ડર પેસે કહ્યું – અમદાવાદમાં આવીને ખૂબ આનંદ થયો, ભવિષ્યમાં લીગને વૈશ્વિક સ્તરે લઇ જવી છે

આ પહેલા પ્રથમ સેમિફાઇનલમાં જીએસ દિલ્હી એસિસે રાજસ્થાન રેન્જર્સ સામે વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી સેમિફાઇનલમાં યશ મુંબઈ ઇગલ્સે એસજી પાઇપર્સ બેંગલુરુ સામે 51-49થી વિજય મેળવ્યો હતો.

ટેનિસ પ્રીમિયર લીગ શું છે

ટેનિસ પ્રીમિયર લીગ એશિયાની સૌથી મોટી ટેનિસ લીગ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર્સ તેમજ ભારતની ટોચની પ્રતિભાઓ ભાગ લે છે. લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિ (એસજી પાઇપર્સના સીઈઓ) જેવા ટેનિસ દિગ્ગજો તેમજ રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે બહલ જેવા બોલિવૂડ આઇકોન્સ દ્વારા સમર્થિત, TPL રમતગમત, મનોરંજન અને પ્રોફેશનલ લીડર્સને સ્પર્ધા અને જોડાણના અનોખા મિશ્રણમાં એકસાથે લાવે છે.

અમદાવાદ સ્પોર્ટ્સ