GT vs CSK Highlights, IPL 2024 : આઈપીએલ 2024, શુભમન ગિલ અને સાઇ સુદર્શનની સદી, ગુજરાત ટાઈટન્સનો વિજય

GT vs CSK Highlights, Gujarat Titans vs Chennai Super Kings: શુભમન ગિલના 55 બોલમાં 9 ફોર 6 સિક્સર સાથે 104 રન. સાઇ સુદર્શનના 51 બોલમાં 5 ફોર 7 સિક્સર સાથે 103 રન

GT vs CSK Highlights, Gujarat Titans vs Chennai Super Kings: શુભમન ગિલના 55 બોલમાં 9 ફોર 6 સિક્સર સાથે 104 રન. સાઇ સુદર્શનના 51 બોલમાં 5 ફોર 7 સિક્સર સાથે 103 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs CSK Live Updates, GT vs CSK, IPL 2024

GT vs CSK Highlights, IPL 2024 : આઈપીએલ 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિજય મેળવ્યો

Gujarat Titans vs Chennai Super Kings Live Highlights, IPL 2024, આઈપીએલ 2024, ગુજરાત વિ. ચેન્નાઈ સ્કોર : શુભમન ગિલ (104)અને સાઇ સુદર્શનની (103)સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 35 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 231 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવી શક્યું હતું.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી.

  • May 10, 2024 23:35 IST

    ગુજરાત ટાઇટન્સનો 35 રને વિજય

    શુભમન ગિલ (104)અને સાઇ સુદર્શનની (103)સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 35 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 231 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવી શક્યું હતું.



  • May 10, 2024 23:35 IST

    મોહિત શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    મોહિત શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. રાશિદ ખાને 2, ઉમેશ યાદવ અને સંદીપ વોરિયરે 1-1 વિકેટ ઝડપી.



  • Advertisment
  • May 10, 2024 23:34 IST

    એમએસ ધોનીના અણનમ 26 રન

    એમએસ ધોનીના 11 બોલમાં 1 ફોર 3 સિક્સરની મદદથી અણનમ 26 રન. શાર્દુલ ઠાકુરના અણનમ 3 રન.



  • May 10, 2024 23:16 IST

    મિચેલ સેન્ટનર 00 રને આઉટ

    મિચેલ સેન્ટનર 2 બોલમાં ખાતું ખોલાયા વિના રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.



  • May 10, 2024 23:15 IST

    રવિન્દ્ર જાડેજા 18 રને આઉટ

    રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 18 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 10, 2024 23:14 IST

    શિવમ દુબે 21 રને આઉટ

    શિવમ દુબે 13 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 21 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.



  • May 10, 2024 23:13 IST

    મોઇન અલી 56 રને આઉટ

    મોઇન અલી 36 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે 56 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 10, 2024 22:45 IST

    ડેરીલ મિશેલ 63 રને આઉટ

    ડેરીલ મિશેલ 43 બોલમાં 7 ફોર 3 સિક્સરની મદદથી 63 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.



  • May 10, 2024 22:43 IST

    ડેરીલ મિશેલની અડધી સદી

    ડેરીલ મિશેલ 27 બોલમાં 6 ફોર 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.



  • May 10, 2024 21:55 IST

    ઋતુરાજ ગાયકવાડ ખાતું ખોલાયા વિના આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 3 બોલમાં ખાતું ખોલાયા વિના ઉમેશ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 10, 2024 21:47 IST

    અજિંક્ય રહાણે 1 રને આઉટ

    અજિંક્ય રહાણે 5 બોલમાં 1 રન બનાવી સંદીપ વોરિયરની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 10, 2024 21:46 IST

    રચિન રવિન્દ્ર રન આઉટ

    રચિન રવિન્દ્ર 2 બોલમાં 1 રન બનાવી રન આઉટ થયો.



  • May 10, 2024 21:26 IST

    ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 3 વિકેટે 231 રન

    ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 231 રન બનાવ્યા. ચેન્નાઇ સુપર કિંગ્સને 232 રનનો પડકાર મળ્યો છે.



  • May 10, 2024 21:25 IST

    ડેવિડ મિલરના અણનમ 16 રન

    ડેવિડ મિલરના 11 બોલમાં 1 ફોર સાથે અણનમ 16 રન.



  • May 10, 2024 21:24 IST

    એમ શાહરુખ ખાન 2 રને આઉટ

    એમ શાહરુખ ખાન 2 રન બનાવી રન આઉટ થયો.



  • May 10, 2024 21:06 IST

    શુભમન ગિલ 104 રને આઉટ

    શુભમન ગિલ 55 બોલમાં 9 ફોર 6 સિક્સર સાથે 104 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 10, 2024 21:05 IST

    સાઇ સુદર્શન 103 રને આઉટ

    સાઇ સુદર્શન 51 બોલમાં 5 ફોર 7 સિક્સર સાથે 103 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો. ગિલ અને સુદર્શને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી નોંધાવી.



  • May 10, 2024 21:03 IST

    સાઇ સુદર્શનની સદી

    સાઇ સુદર્શને 50 બોલમાં 5 ફોર 7 સિક્સર સાથે સદી ફટકારી.



  • May 10, 2024 20:57 IST

    શુભમન ગિલની સદી

    શુભમન ગિલે 50 બોલમાં 9 ફોર 6 સિક્સર સાથે સદી ફટકારી.



  • May 10, 2024 20:38 IST

    ગુજરાતના 150 રન

    ગુજરાત ટાઇટન્સે 12.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • May 10, 2024 20:25 IST

    શુભમન ગિલની અડધી સદી

    શુભમન ગિલે 25 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • May 10, 2024 20:24 IST

    સાઇ સુદર્શનની અડધી સદી

    સાઇ સુદર્શને 32 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • May 10, 2024 20:03 IST

    ગુજરાતના 50 રન

    ગુજરાત ટાઇટન્સે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • May 10, 2024 19:34 IST

    શુભમન ગિલ અને સાઇ સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા

    ગુજરાતના શુભમન ગિલ અને સાઇ સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા. સેન્ટનરની પ્રથમ ઓવરમાં 14 રન ફટકાર્યા.



  • May 10, 2024 19:20 IST

    ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી.



  • May 10, 2024 19:20 IST

    ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.



  • May 10, 2024 19:12 IST

    ચેેન્નાઇએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • May 10, 2024 19:11 IST

    ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે હેડ ટુ હેડ

    આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 137 રન છે. જ્યારે ચેન્નાઇનો હાઇએસ્ટ સ્કોર 206 અને લોએસ્ટ સ્કોર 133 રન છે. આઈપીએલ 2024ના પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા હતા ત્યારે ચેન્નાઇનો વિજય થયો હતો.



  • May 10, 2024 19:10 IST

    ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.



ગુજરાત ટાઇટન્સ chennai super kings નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill Mahendra Singh Dhoni IPL સ્પોર્ટ્સ