Delhi Capitals vs Gujarat Titans Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. દિલ્હી સ્કોર : ઋષભ પંતના અણનમ 88 અને અક્ષર પટેલના 66 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 4 રને રોમાચંક વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન બનાવી શકી હતી. ગુજરાતને અંતિમ ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી પણ 14 રન બનાવ્યા હતા. મોહિતે શર્માએ અંતિમ ઓવરમાં 31 રન આપી દીધા હતા. જે ગુજરાતને ભારે પડ્યા છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, જેક ફ્રેઝર મેકગર્ક, શાઈ હોપ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, આર સાઈ કિશોર, રાશિદ ખાન, નૂર અહમદ, મોહિત શર્મા, સંદીપ વોરિયર.





