Gujarat Titans vs Delhi Capitals Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. દિલ્હી સ્કોર : મુકેશ કુમાર (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતની ટીમ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં દિલ્હીએ 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર.
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, શાઈ હોપ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.





