Gujarat Titans vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024, ગુજરાત વિ. કોલકાતા સ્કોર : અમદાવાદમાં વરસાદના કારણે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ રદ કરવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચમાં વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યા છે. જેના કારણે ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે.
ગુજરાતના ટાઇટન્સના 11 પોઇન્ટ
ગુજરાતના ટાઇટન્સના હાલ 11 પોઇન્ટ છે અને તેણે હવે એક જ મેચ રમવાની બાકી છે. જો તેમાં જીત મેળવે તો પણ તેના 13 પોઇન્ટ જ થાય છે. આવી સ્થિતિમાં તે પ્લેઓફમાંથી બહાર થઇ ગયું છે. બીજી તરફ કોલકાતાએ 19 પોઇન્ટ સાથે નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું છે. તે ટોપ-2 રહેશે તે નિશ્ચિત કરી લીધું છે.





