Mumbai Indians vs Gujarat Titans Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ ગુજરાત સ્કોર : સાઇ સુદર્શનની શાનદાર બેટિંગ (45 રન)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવી શક્યું હતું.. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી.
ગુજરાત અને મુંબઈ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે.