IPL 2024 Match 17, Gujarat titans vs Punjab kings XI, ગુજરાત વિ. પંજાબ: આજે આઈપીએલ 2024ની 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ અને ગુજરાત બંને ટીમે એકબીજા સાથે ટકરાશે. મયંક યાદવની તોફાની બોલિંગ સામે પડી ભાંગેલા પંજાબના બેટિંગ ઓર્ડરને ગુરુવારે મોટેરાની ધીમી પિચ પર ગુજરાત ટાઇટન્સના બોલરોના કઠિન પડકારનો સામનો કરવો પડશે.
બંને ટીમો પોતાની જીતને યથાવત રાખવા મેદાને ઉતરશે
આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ વિરોધીના મેદાન પર તેમની છેલ્લી બે મેચ હારી ચૂકી છે અને ટાઇટન્સ સામેની હાર તેમનો રસ્તો મુશ્કેલ બનાવી શકે છે. બીજી તરફ છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સાત વિકેટે આસાનીથી જીત મેળવ્યા બાદ ટાઇટન્સ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. આમ બંને ટીમો પાતની જીતને આગળ ધપાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દેશે.
આ પણ વાંચોઃ- આઇપીએલ 2024: મયંક યાદવે દિલ્હી માટે સર્વિસિસની ઓફર ફગાવી હતી, ઋષભ પંતના કોચની મદદથી બન્યો ‘રાજધાની એક્સપ્રેસ’
ગુજરાત ટાઇટન્સ કયા 11 સાથે મેદાનમાં ઉતરશે?
શુભમન ગીલની કપ્તાની હેઠળની ગુજરાત ટાઇટન્સે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પર આસાનીથી જીત મેળવી હતી. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેના વિજેતા સંયોજનને ખલેલ પહોંચાડે નહીં અને સમાન પ્લેઇંગ 11 સાથે જાય. જો કે, શક્ય છે કે ગુજરાત તેના સૌથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસનને અંતિમ 11માં જગ્યા બનાવી શકે.
ગુજરાત ટાઇટન્સ સંભવિત 11 ખેલાડીઓ
ગુજરાતઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, ડેવિડ મિલર, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે અને મોહિત શર્મા.
પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11 કેવી રહેશે?
પંજાબ કિંગ્સના વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો છેલ્લી મેચમાં જોની બેરસ્ટો પણ ફોર્મમાં છે. સેમ કુરન ટીમની મહત્વની કડી છે. ટીમ કાગિસો રબાડાને પ્લેઇંગ 11માંથી બહાર કરવાનું પણ પસંદ કરશે નહીં. આવી સ્થિતિમાં પંજાબ લિયામ લિવિંગસ્ટોનની જગ્યાએ સિકંદર રઝા અથવા રિલે રૂસોને તક આપી શકે છે. આ સિવાય અત્યાર સુધીની ત્રણેય મેચમાં હર્ષલ પટેલનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. પંજાબ તેની જગ્યાએ ઋષિ ધવનને તક આપી શકે છે.
પંજાબ કિંગ્સના સંભવિત 11 ખેલાડીઓ
પંજાબ: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભાસિમોન સિંઘ, જીતેશ શર્મા, સિકંદર રઝા/રિલે રૂસો, સેમ કુરાન, શશાંક સિંઘ, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, કાગિસો રબાડા, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.





