/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/GT-vs-PBKS-Live-Updates.jpg)
GT vs PBKS Highlights : ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સનો વિજય
Gujarat Titans vs Punjab Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. પંજાબ સ્કોર : શશાંક સિંહના લડાયક અણનમ 61 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. શશાંક સિહ જીતનો હીરો બન્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, કેન વિલિયમસન, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે
પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો , પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા, શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.
- Apr 04, 2024 23:23 IST
શશાંક સિહ જીતનો હીરો
શશાંક સિંહના લડાયક અણનમ 61 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. શશાંક સિહ જીતનો હીરો બન્યો છે.
- Apr 04, 2024 23:21 IST
પંજાબ કિંગ્સનો 3 વિકેટે રોમાંચક વિજય
પંજાબ કિંગ્સનો 3 વિકેટે રોમાંચક વિજય. ગુજરાત ટાઇટન્સે આપેલા 200 રનના પડકારને પંજાબ કિંગ્સે 19.5 ઓવરમાં 7 વિકેટે ગુમાવી વટાવી લીધો.
- Apr 04, 2024 23:16 IST
શશાંક સિંહના અણનમ 61 રન
શશાંક સિંહે 29 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અણનમ 61 રન ફટકારી ટીમને જીત અપાવી.
- Apr 04, 2024 23:08 IST
આશુતોષ શર્મા 31 રને આઉટ
આશુતોષ શર્મા 17 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 31 રન બનાવી નાલકંડેની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
- Apr 04, 2024 23:05 IST
જીતેશ શર્મા 16 રને આઉટ
જીતેશ શર્મા 8 બોલમાં 2 સિક્સર સાથે 16 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો.
- Apr 04, 2024 22:30 IST
સિકંદર રઝા 15 રને આઉટ
સિકંદર રઝા 16 બોલમાં 4 ફોર સાથે 15 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.
- Apr 04, 2024 22:13 IST
સેમ કરન 5 રને આઉટ
સેમ કરન 8 બોલમાં 5 રન બનાવી ઓમરજાઇની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 70 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 04, 2024 22:08 IST
પ્રભસિમરન સિંહ 35 રને કેચ આઉટ
પ્રભસિમરન સિંહ 24 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 35 રન બનાવી નૂર અહમદની ઓવરમાં આઉટ થયો.
- Apr 04, 2024 21:59 IST
જોની બેયરસ્ટો 22 રને આઉટ
જોની બેયરસ્ટો 13 બોલમાં 4 ફોર સાથે 22 રન બનાવી નૂર અહમદની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 48 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 04, 2024 21:40 IST
શિખર ધવન 1 રને બોલ્ડ
શિખર ધવન 2 બોલમાં 1 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 04, 2024 21:39 IST
શિખર ધવન અને બેરસ્ટો ઓપનિંગમાં ઉતર્યા
શિખર ધવન અને બેરસ્ટો ઓપનિંગમાં ઉતર્યા. ઓમરજાઇની પ્રથમ ઓવરમાં 13 રન ફટકાર્યા.
- Apr 04, 2024 21:17 IST
શુભમન ગિલના અણનમ 89 રન
શુભમન ગિલના 48 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અણનમ 89 રન. રાહુલ તેવાટિયાના 8 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 23 રન.
- Apr 04, 2024 21:16 IST
ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 4 વિકેટે 199 રન
ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા. પંજાબ કિંગ્સને 200 રનનો પડકાર મળ્યો.
- Apr 04, 2024 20:58 IST
વિજય શંકર 8 રને આઉટ
વિજય શંકર 10 બોલમાં 8 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 04, 2024 20:44 IST
શુભમન ગિલની અડધી સદી
શુભમન ગિલે 31 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 04, 2024 20:36 IST
સાઇ સુદર્શન 33 રને આઉટ
સાઇ સુદર્શન 19 બોલમાં 6 ફોર સાથે 33 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો.
- Apr 04, 2024 20:22 IST
વિલિયમ્સન 26 રને આઉટ
વિલિયમ્સન 22 બોલમાં 4 ફોર સાથે 26 રન બનાવી હરપ્રી બ્રારની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 69 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 04, 2024 19:55 IST
રિદ્ધિમાન સાહા 11 રને આઉટ
રિદ્ધિમાન સાહા 13 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 04, 2024 19:33 IST
શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા
ગુજરાતના શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા. હરપ્રીત બ્રારની ઓવરમાં 7 રન ફટકાર્યા.
- Apr 04, 2024 19:20 IST
ઇજાગ્રસ્ત ડેવિડ મિલરના સ્થાને કેન વિલિયમ્સનને સ્થાન
પંજાબે ઇજાગ્રસ્ત લિવિંગસ્ટોનના સ્થાને સિકંદર રઝાને તક આપી છે. જ્યારે ગુજરાતે ઇજાગ્રસ્ત ડેવિડ મિલરના સ્થાને કેન વિલિયમ્સનને તક આપી છે.
- Apr 04, 2024 19:16 IST
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, કેન વિલિયમસન, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે
- Apr 04, 2024 19:16 IST
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો , પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા, શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.
- Apr 04, 2024 19:03 IST
પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Apr 04, 2024 18:43 IST
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 3 મુકાબલા થયા છે. જેમાં 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 189 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 189 અને લોએસ્ટ સ્કોર 153 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતનો વિજય થયો હતો.
- Apr 04, 2024 18:43 IST
આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 17મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us