GT vs RCB Highlights, IPL 2024 : આઈપીએલ 2024, વિલ જેક્સની સદી, આરસીબીએ 201 રનનો લક્ષ્યાંક 16 ઓવરમાં મેળવી લીધો

GT vs RCB Highlights, Gujarat Titans vs Royal Challengers Bengaluru: વિલ જેક્સના 41 બોલમાં 5 ફોર, 10 સિક્સર સાથે અણનમ 100 રન. વિરાટ કોહલીના 44 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અણનમ 70 રન

GT vs RCB Highlights, Gujarat Titans vs Royal Challengers Bengaluru: વિલ જેક્સના 41 બોલમાં 5 ફોર, 10 સિક્સર સાથે અણનમ 100 રન. વિરાટ કોહલીના 44 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અણનમ 70 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs RCB Live Updates, GT vs RCB, IPL 2024

GT vs RCB Highlights, IPL 2024: આઈપીએલ 2024માં ગુજરાત સામે બેંગલોરનો વિજય

Gujarat Titans vs Royal Challengers Bengaluru Highlights, IPL 2024, ગુજરાત વિ. બેંગલોર આઈપીએલ સ્કોર : વિલ જેક્સની અણનમ સદી (100)અને વિરાટ કોહલીની (70)અણનમ અડધી સદીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 9 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, એમ શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, નૂર અહમદ, મોહિત શર્મા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

  • Apr 28, 2024 18:58 IST

    આરસીબીનો 9 વિકેટે વિજય

    વિલ જેક્સની અણનમ સદી (100)અને વિરાટ કોહલીની (70)અણનમ અડધી સદીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 9 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.



  • Apr 28, 2024 18:54 IST

    વિલ જેક્સના અણનમ 100 રન

    વિલ જેક્સના 41 બોલમાં 5 ફોર 10 સિક્સર સાથે અણનમ 100 રન. વિરાટ કોહલીના 44 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે અણનમ 70 રન.



  • Advertisment
  • Apr 28, 2024 18:45 IST

    આરસીબીના 15 ઓવરમાં 1 વિકેટે 177 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 15 ઓવરમાં 1 વિકેટે 177 રન. વિરાટ કોહલી 69 અને વિલ જેક્સ 72 રમતમાં છે.



  • Apr 28, 2024 18:42 IST

    વિલ જેક્સની અડધી સદી

    વિલ જેક્સે 31 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 28, 2024 18:23 IST

    વિરાટ કોહલીની અડધી સદી

    વિરાટ કોહલીએ 32 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 28, 2024 17:55 IST

    પ્લેસિસ 24 રને આઉટ

    ફાફ ડુ પ્લેસિસ 12 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 24 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 40 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 28, 2024 17:49 IST

    કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા

    આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા.



  • Apr 28, 2024 17:23 IST

    સાઇ સુદર્શનના અણનમ 84 રન

    સાઇ સુદર્શનના 49 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે અણનમ 84 રન. ડેવિડ મિલરના 19 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 26 રન.



  • Apr 28, 2024 17:21 IST

    ગુજરાટ ટાઇટન્સના 20 ઓવરમાં 3 વિકેટે 200 રન

    ગુજરાટ ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા. આરસીબીને જીતવા માટે 201 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 28, 2024 16:51 IST

    સાઇ સુદર્શનની અડધી સદી

    સાઇ સુદર્શને 34 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 28, 2024 16:49 IST

    શાહરુખ ખાન 58 રને બોલ્ડ

    એમ શાહરુખ ખાન 30 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે 58 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.



  • Apr 28, 2024 16:48 IST

    એમ શાહરુખ ખાનની અડધી સદી

    એમ શાહરુખ ખાને 24 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 28, 2024 16:16 IST

    શુભમન ગિલ આઉટ

    શુભમન ગિલ 19 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 28, 2024 15:41 IST

    રિદ્ધિમાન સાહા 5 રને આઉટ

    રિદ્ધિમાન સાહા 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી સ્વપ્નિલ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 6 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 28, 2024 15:11 IST

    ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, એમ શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, નૂર અહમદ, મોહિત શર્મા.



  • Apr 28, 2024 15:09 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.



  • Apr 28, 2024 15:07 IST

    આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 28, 2024 15:06 IST

    આજે ગુજરાત વિ. બેંગલોર વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.



રોયલ ચેલેન્જર્સ બેંગલોર ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill IPL Virat Kohli સ્પોર્ટ્સ