/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/GT-vs-RR-Live-Updates-.jpg)
GT vs RR Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટે વિજય
Gujarat Titans vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. રાજસ્થાન સ્કોર : શુભમન ગિલના 72 રન બાદ રાહુલ તેવાટિયા અને રાશિદ ખાનની આક્રમક બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 199 રન બનાવી લીધા હતા. ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી. જે તેને બનાવી લીધા હતા. આ સિઝનમાં રાજસ્થાનનો પ્રથમ પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, વિજય શંકર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, નૂર અહમદ, મોહિત શર્મા.
- Apr 10, 2024 23:57 IST
ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે રોમાંચક વિજય
શુભમન ગિલના 72 રન બાદ રાહુલ તેવાટિયા અને રાશિદ ખાનની આક્રમક બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 199 રન બનાવી લીધા હતા. ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર હતી. જે તેને બનાવી લીધા હતા. આ સિઝનમાં રાજસ્થાનનો પ્રથમ પરાજય થયો છે.
- Apr 10, 2024 23:54 IST
રાશિદ ખાન બન્યો હીરો
રાશિદ ખાનના 11 બોલમાં 4 ફોર સાથે અણનમ 24 રન. રાશિદે અંતિમ ઓવરમાં 15 રન ફટકારી ટીમને જીત અપાવી.
- Apr 10, 2024 23:53 IST
રાહુલ તેવાટિયા રન આઉટ
રાહુલ તેવાટિયા 11 બોલમાં 3 ફોર સાથે 22 રન બનાવી રન આઉટ થયો.
- Apr 10, 2024 23:35 IST
એમ શાહરુખ ખાન 14 રને આઉટ
એમ શાહરુખ ખાન 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 14 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.
- Apr 10, 2024 23:20 IST
શુભમન ગિલ 72 રને આઉટ
શુભમન ગિલ 44 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 72 રન બનાવી ચહલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.
- Apr 10, 2024 23:18 IST
વિજય શંકર 16 રને આઉટ
વિજય શંકર 10 બોલમાં 3 સિક્સર સાથે 16 રન બનાવી ચહલની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 10, 2024 22:43 IST
અભિનવ મનોહર 1 રને આઉટ
અભિનવ મનોહર 2 બોલમાં 1 રન બનાવી સેનની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાતે 79 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 10, 2024 22:41 IST
મેથ્યુ વેડ 4 રને આઉટ
મેથ્યુ વેડ 6 બોલમાં 4 રન બનાવી કુલદીપ સેનનો બીજો શિકાર બન્યો. ગુજરાતે 77 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 10, 2024 22:24 IST
સાઇ સુદર્શન 35 રને આઉટ
સાઇ સુદર્શન 29 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 35 રન બનાવી કુલદીપ સેનની ઓવરમાં એલબી આઉટ થયો.
- Apr 10, 2024 21:56 IST
સાઇ સુદર્શન અને શુભમન ગિલ ઓપનિંગમાં
ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા.
- Apr 10, 2024 21:33 IST
ગુજરાત ટાઇટન્સ બોલિંગ
ગુજરાત ટાઇટન્સ તરફથી ઉમેશ યાદવ, મોહિત શર્મા અને રાશિદ ખાને 1-1 વિકેટ ઝડપી.
- Apr 10, 2024 21:28 IST
રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 3 વિકેટે 196 રન
રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 3 વિકેટે 196 રન. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 197 રનનો પડકાર મળ્યો છે.
- Apr 10, 2024 21:27 IST
સંજુ સેમસનના અણનમ 68 રન
સંજુ સેમસનના 38 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અણનમ 68 રન, શિમરોન હેટમાયરના 5 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 13 રન.
- Apr 10, 2024 21:21 IST
રિયાન પરાગ 76 રને આઉટ
રિયાન પરાગ 48 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે 76 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 10, 2024 21:09 IST
સંજુ સેમસનની અડધી સદી
સંજુ સેમસને 31 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 10, 2024 20:45 IST
રિયાન પરાગની અડધી સદી
રિયાન પરાગે 34 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 10, 2024 20:27 IST
જોશ બટલર 8 રને આઉટ
જોશ બટલર 10 બોલમાં 8 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો.
- Apr 10, 2024 20:26 IST
યશસ્વી જયસ્વાલ 24 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 19 બોલમાં 5 ફોર સાથે 24 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 10, 2024 19:56 IST
રાજસ્થાન રોયલ્સના 3 ઓવરમાં વિના વિકેટે 22 રન
રાજસ્થાન રોયલ્સના 3 ઓવરમાં વિના વિકેટે 22 રન. જયસ્વાલ 18 અને બટલર 4 રને રમતમાં છે.
- Apr 10, 2024 19:36 IST
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, વિજય શંકર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, નૂર અહમદ, મોહિત શર્મા.
- Apr 10, 2024 19:36 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.
- Apr 10, 2024 19:31 IST
ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સનના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
🚨 Toss Update 🚨
Gujarat Titans win the toss and elect to field against Rajasthan Royals.
Follow the Match ▶️ https://t.co/1HcL9A97Ch#TATAIPL | #RRvGTpic.twitter.com/Hw76YqvfOW— IndianPremierLeague (@IPL) April 10, 2024
- Apr 10, 2024 19:19 IST
ચહલ 150મી આઈપીએલ મેચ રમશે
યુજવેન્દ્ર ચહલ આજે પોતાની 150મી આઈપીએલ મેચ રમશે અને 200 વિકેટથી ફક્ત 5 વિકેટ દૂર છે.
- Apr 10, 2024 19:18 IST
ટોસ 7.25 પર થશે અને પ્રથમ બોલ 7.40 પર ફેંકાશે
આજની મેચમા ટોસ 7.25 પર થશે અને પ્રથમ બોલ 7.40 પર નાખવામાં આવશે.
- Apr 10, 2024 19:02 IST
જયપુરમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થશે
જયપુરમાં હાલ વરસાદ ચાલી રહ્યો છે. જેના કારણે પીચ પર કવર ઢાંકેલા છે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થશે.
- Apr 10, 2024 18:49 IST
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 4 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 192 અને લોએસ્ટ સ્કોર 177 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 188 અને લોએસ્ટ સ્કોર 118 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી અને બન્નેનો એક-એક મેચમાં વિજય થયો છે.
- Apr 10, 2024 18:49 IST
આજે ગુજરાત વિ રાજસ્થાન વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us