IPL 2024, GT vs SRH Highlights : આઈપીએલ 2024, અમદાવાદમાં ફરી ગુજરાત ટાઇટન્સનો વિજય, હૈદરાબાદને હરાવ્યું

GT vs SRH Highlights, Gujarat Titans vs Sunrisers Hyderabad : ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટે વિજય, મોહિત શર્માની 3 વિકેટ, સાઇ સુદર્શનના 45 રન, ડેવિડ મિલરના અણનમ 44 રન

GT vs SRH Highlights, Gujarat Titans vs Sunrisers Hyderabad : ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટે વિજય, મોહિત શર્માની 3 વિકેટ, સાઇ સુદર્શનના 45 રન, ડેવિડ મિલરના અણનમ 44 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs SRH ive Updates , GT vs SRH ive, IPL 2024

GT vs SRH Highlights IPL 2024 : આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય મેળવ્યો

Gujarat Titans vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. હૈદરાબાદ સ્કોર : મોહિત શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ સાઇ સુદર્શન (45 )અને ડેવિડ મિલરની (અણનમ 44 )ઉપયોગી બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે આ સિઝનમાં બીજો વિજય મેળવ્યો છે. જ્યારે હૈદરાબાદનો બીજો પરાજય થયો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઇ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે.

સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

  • Mar 31, 2024 19:07 IST

    ડેવિડ મિલરે સિક્સ ફટકારી ગુજરાતને જીત અપાવી

    — IndianPremierLeague (@IPL) March 31, 2024



  • Mar 31, 2024 19:03 IST

    અમદાવાદમાં ફરી ગુજરાત ટાઇટન્સનો વિજય, હૈદરાબાદને હરાવ્યું

    મોહિત શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ સાઇ સુદર્શન (45)અને ડેવિડ મિલરની (અણનમ 44 )ઉપયોગી બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે આ સિઝનમાં બીજો વિજય મેળવ્યો છે. જ્યારે હૈદરાબાદનો બીજો પરાજય થયો છે.



  • Advertisment
  • Mar 31, 2024 19:03 IST

    હૈદરાબાદ બોલિંગ

    હૈદરાબાદ તરફથી શાહબાઝ અહમદ, મયંક માર્કેન્ડે અને પેટ કમિન્સે 1-1 વિકેટ ઝડપી.



  • Mar 31, 2024 19:02 IST

    ડેવિડ મિલરના અણનમ 44 રન

    ડેવિડ મિલરના 27 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે અણનમ 44 રન. વિજય શંકરના 11 બોલમાં 2 ફોર સાથે અણનમ 14 રન.



  • Mar 31, 2024 18:45 IST

    સાઇ સુદર્શન 45 રને આઉટ

    સાઇ સુદર્શન 36 બોલમાં 4 ફોર 1 સિક્સ સાથે 45 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો. ગુજરાતે 138 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Mar 31, 2024 18:28 IST

    ગુજરાત ટાઇટન્સના 14 ઓવરમાં 2 વિકેટે 108 રન

    ગુજરાત ટાઇટન્સને 14 ઓવરમાં 2 વિકેટે 108 રન બનાવી લીધા છે. સાઇ સુદર્શન 36 અને ડેવિડ મિલર 10 રને રમતમાં છે.



  • Mar 31, 2024 18:27 IST

    શુભમન ગિલ 36 રને આઉટ

    શુભમન ગિલ 28 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 36 રન બનાવી મયંક માર્કન્ડેનો શિકાર બન્યો. ગુજરાતે 74 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 31, 2024 17:47 IST

    રિદ્ધિમાન સાહા 25 રને આઉટ

    રિદ્ધિમાન સાહા 13 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 25 રન બનાવી શાહબાઝ અહમદનો શિકાર બન્યો. ગુજરાતે 36 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 31, 2024 17:11 IST

    મોહિત શર્માએ 3 વિકેટ ઝડપી

    ગુજરાત તરફથી સૌથી વધારે 3 વિકેટ મોહિત શર્માએ ઝડપી. ઓમરઝાઇ, રાશિદ ખાન, ઉમેશ યાદવ અને નૂર અહમદને 1-1 વિકેટ.



  • Mar 31, 2024 17:09 IST

    સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 7 વિકેટે 162 રન

    સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા. ગુજરાતને જીતવા માટે 163 રનનો પડકાર મળ્યો છે.



  • Mar 31, 2024 17:08 IST

    અબ્દુલ સમદના 14 બોલમાં અણનમ 29 રન

    અબ્દુલ સમદના 14 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 29 રન. પેટ કમિન્સના અણનમ 2 રન.



  • Mar 31, 2024 17:07 IST

    વોશિંગ્ટન સુંદર ખાતું ખોલાયા વિના આઉટ

    વોશિંગ્ટન સુંદર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 31, 2024 17:06 IST

    શાહબાઝ અહમદ 22 રને આઉટ

    શાહબાઝ અહમદ 20 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 22 રન બનાવી મોહિત શર્માનો શિકાર બન્યો.



  • Mar 31, 2024 16:55 IST

    માર્કરામ 17 રને આઉટ

    એડન માર્કરામ 19 બોલમાં 17 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 31, 2024 16:54 IST

    ક્લાસેન 24 રને બોલ્ડ

    હેનરિચ ક્લાસેન 13 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 24 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.



  • Mar 31, 2024 16:17 IST

    અભિષેક શર્મા 29 રને આઉટ

    અભિષેક શર્મા 20 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 29 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.



  • Mar 31, 2024 16:03 IST

    ટ્રેવિસ હેડ 19 રને બોલ્ડ

    ટ્રેવિસ હેડ 14 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવી નૂર અહમદની ઓવરમાં બોલ્ડ થયો.



  • Mar 31, 2024 16:02 IST

    મયંક અગ્રવાલ 16 રને આઉટ

    મયંક અગ્રવાલ 17 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી ઓમરઝાઇની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 34 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 31, 2024 15:48 IST

    હૈદરાબાદના 4 ઓવરમાં વિના વિકેટે 34 રન

    સનરાઇઝર્સ હૈદરાબાદના 4 ઓવરમાં વિના વિકેટે 34 રન. ટ્રેવિસ હેડ 16 અને મયંક અગ્રવાલ 16 રને રમતમાં છે.



  • Mar 31, 2024 15:45 IST

    હૈદરાબાદના ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા

    હૈદરાબાદના ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 11 રન ફટકાર્યા.



  • Mar 31, 2024 15:21 IST

    સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

    મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.



  • Mar 31, 2024 15:21 IST

    ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઇ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે.



  • Mar 31, 2024 15:06 IST

    હૈદરાબાદે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Mar 31, 2024 15:05 IST

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટ અને બોલ વચ્ચે સંતુલિત મુકાબલો જોવા મળશે. ટી-20માં આ સ્થળે પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 160 છે, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 137નો છે. અહી રમાયેલી આઇપીએલ ની છેલ્લી મેચમાં બંને ઈનિંગમાં આ સ્કોર જોવા મળ્યો હતો. જીટી એ 168 રન બનાવ્યા હતા. એક સમયે મજબુત સ્થિતિમાં દેખાતી મુંબઈની ટીમને છ રનથી હારનો સામનો કરવો પડયો હતો.



  • Mar 31, 2024 15:04 IST

    ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024માં 12મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.



સનરાઇઝર્સ હૈદરાબાદ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill IPL સ્પોર્ટ્સ