Gujarat Election: ક્રિકેટ-પોલિટિક્સનું કોકટેઇલ, રાજનીતિની પીચ પર ચમકી રહ્યા છે ક્રિકેટર્સ

Cricketers turned politician: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર(gautam gambhir) વર્ષ 2019માં સંસદ સભ્ય બન્યા હતા.

Written by shivani chauhan
November 18, 2022 14:22 IST
Gujarat Election: ક્રિકેટ-પોલિટિક્સનું કોકટેઇલ, રાજનીતિની પીચ પર ચમકી રહ્યા છે ક્રિકેટર્સ

Cricketers in Politics: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા( (Ravindra Jadeja) ની પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja) ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટિકિટ પર જામનગર નોર્થ (Jamnagar) થી ચૂંટણી લડશે. એવું પહેલીવાર નથી થયું કે કોઈ ક્રિકેટર કે તેના સગા સંબંધીઓ રાજનીતિમાં પગપેસારો કર્યો છે. ક્રિકેટ અને રાજનીતિનો સંબંધ ખાસો જૂનો છે. ટિમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીન થી લઇ ગૌતમ ગંભીર સુધી ઘણા ક્રિકેટર પોલિટિક્સમાં આવ્યા છે, ઘણા એવા પણ ક્રિકેટર છે જે રાજનીતિમાં અસફળ રહ્યા છે.

મોહંમદ અજહરુદીન

ટિમ ઇન્ડિયાન ભૂતપૂર્વ મોહંમદ અજહરુદીન (Mohammad Azharuddin) મુરાદાબાદ નિર્વાચન ક્ષેત્રથી 2009 થી 2014 સુધી કોંગ્રેસ (Congress)ની ટિકિટ પર સંસદ સભ્ય રહ્યા હતા. ત્યારબાદ એમને અહીંથી ટિકિટ મળી ન હતી. હાલમાં તેઓ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમીટીના કાર્યકારી અધ્યક્ષ છે. તેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ પણ છે.

કીર્તિ આઝાદ (Kirti Azad)

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના પુત્ર ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ (Kirti Azad) દરભંગાથી ભાજપની ટિકિટ પર સંસદ રહી ચુક્યા છે, તેમણે દરભંગનું પ્રિતિનિધિત્વ કરતા લોકસભામાં તેમનો બીજો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેઓ ભાજપમાંથી કોંગ્રેસ અને પછી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ગયા. આઝાદ ફેબ્રુઆરી 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં, 23 નવેમ્બર 2021 ના ​​રોજ તેઓ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા હતા.

ગૌતમ ગંભીર (Gautam Gambhir)

ટિમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ વર્ષ 2019મ સાંસદ હતા. તેઓ ભાજપની ટિકિટ પર ભૂતપૂર્વ દિલ્લી સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જો કે, ગંભીર ક્રિકેટથી જોડાયેલ છે. તેઓ કોમેન્ટ્રીની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનઉ સુપરજાયન્ટના મેન્ટર પણ હતા.

આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોની IPL 2023 પછી જાહેર કરશે નિવૃત્તિ, BCCI બનાવી શકે છે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ – રિપોર્ટ્સ

નવજોત સિંહ સીધૂ

નવજોત સિંહ સીધુએ ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત 3 વાર પાર્ટી માટે અમૃતસરના સંસદ રહ્યા હતા. આ સિવાય તેઓ કોંગ્રેસની સીટ પર અમૃતસર ઇસ્ટ સીટ પરથી વિધાયક રહ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આ સીટ પરથી આમ આદમી પાર્ટીની જીવન જ્યોત કૌર સામે હારી ગયા હતા.

તેજસ્વી યાદવ (Tejashwi Yadav)

બિહારના મુખ્ય મંત્રી લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ હાલ રાજ્યના ડેપ્યુટી સીએમ છે. એક ક્રિકેટર તરીકે તેમને સફળતા મળી ન હતી. તેઓ આઇપીએલમાં ભાગ લઇ ચુક્યા છે. 2008,2009,2011 અને 2012 ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં હતા. જો કે, તેમને રમવાનો મોકો મળ્યો નથી. આ સિવાય તેમણે દિલ્હી અંડર દિલ્હી -15 અને અંડર -17 ની કપ્તાની કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ટિમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલી તેમની કપ્તાનીમાં રમી ચુક્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ