Khel Mahakumbh 3.0: ગુજરાત ખેલ મહાકુંભ 3.0 માટે રજિસ્ટ્રેશન શરૂ, 39 રમત અને 45 કરોડ રૂપિયાના ઇનામ, જાણો A to Z માહિતી

Gujarat Khel Mahakumbh 2024 Registration Date: ગુજરાત ખેલ મહાકુંભ 2024 માટે રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બરથી શરૂ થયું છે. ખેલ મહાકુંભ 3.0 માં વિવિધ 39 સ્પોર્ટ્સમાં રમતવીરોને 45 કરોડ રૂપિયા સુધીના ઈનામ જીતવાની તક મળશે. ખેલ મહાકુંભ 2024ની સંપૂર્ણ વિગત જાણો અહીં

Gujarat Khel Mahakumbh 2024 Registration Date: ગુજરાત ખેલ મહાકુંભ 2024 માટે રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બરથી શરૂ થયું છે. ખેલ મહાકુંભ 3.0 માં વિવિધ 39 સ્પોર્ટ્સમાં રમતવીરોને 45 કરોડ રૂપિયા સુધીના ઈનામ જીતવાની તક મળશે. ખેલ મહાકુંભ 2024ની સંપૂર્ણ વિગત જાણો અહીં

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat Khel Mahakumbh 3 0 Registration | Khel Mahakumbh 2024 | Khel Mahakumbh 3.0

Gujarat Khel Mahakumbh 3.0 Registration Date: ગુજરાત ખેલ મહાકુંભ 3.0 માટે 5 ડિસેમ્બર થી રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. (Photo: @sportsgujarat)

Gujarat Khel Mahakumbh 3.0 Registration Date: ગુજરાત ખેલ મહાકુંભ 2024 માટે 5 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ખેલ મહાકુંભ 2024માં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ, યુવક યુવતીઓ, પુરુષ - મહિલા અને સિનિયર સિટીઝન નાગરિકો રમત ગમતમાં ભાગ લઇ શકશે અને ઇનામ જીતી શકે છે. આ રતમ સ્પર્ધાને ગુજરાત ખેલ મહાકુંભ 3.0 નામ આપવામાં આવ્યું છે. આ રમત સ્પર્ધામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. આ વખત ખેલ મહાકુંભ 2024 માં વિવિધ 39 રમત સ્પર્ધા યોજાશે. રમતવીરોને 45 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળશે. ચાલો જાણો ખેલ મહાકુંભ 2024 માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ, રમત ગમતની કેટેગરી સહિત તમામ વિગત

Advertisment

ગુજરાત ખેલ મહાકુંભ 2024 - 39 રમત સ્પર્ધા યોજાશે

ગુજરાત ખેલ મહાકુંભ 2024માં વિવિધ 39 સ્પોર્ટ્સ કોમ્પિટિશન થશે. રમતવીરો વિવિધ 39 પ્રકારની રમતમાં ભાગ લઇ જશે. જેમા આર્ચરી, આર્ટિસ્ટિક સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમીન્ટ, બાસ્કેટ બોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડે સવારી, ફેન્સિંગ, ફુટબોલ, જીમ્નાસ્ટીક, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, કરાટે, ખો ખો, લોન ટેનિસ, મબખમ્બ, રોલબોલ, રગ્બી ફુટબોલ, શુટિંગ, શુટિંગ બોલ, સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડોસ, દોરડા ખેંચ, વોલીબોલ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી, યોગાસન, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, સેપાક ટકરાવ, વુડબોલ રમતમાં સ્પર્ધા યોજાશે.

ખેલ મહાકુંભ 3.0 માં 45 કરોડના ઇનામ જીતવાની તક

ગુજરાત ખેલ મહાકુંભ 2024 માં વિવિધ 39 પ્રકારની સ્પોર્ટ્સ કોમ્પિટિશન યોજાશે. આ ખેલ મહાકુંભમાં વિજેતાઓને કુલ 45 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળશે. ઉપરાંત અન્ય યોજનાનો લાભ પણ મળશે.

https://twitter.com/InfoGujarat/status/1864504855559061987

ખેલ મહાકુંભ 3.0 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત ખેલ મહાકુંભ 2024 માં ભાગ લેવા માટે રમતવીરો 5 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર 2024 વચ્ચે નોંધણી કરાવી શકાશે. ખેલ મહાકુંભ 2024માં ભાગ લેવા માટે રમતવીરોએ સત્તાવાર વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું પડશે.

Advertisment

તમને જણાવી દઇયે કે, ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં 16 રમતોથી થઈ હતી. ત્યારબાદ તબક્કાવાર ખેલ મહાકુંભમાં નવી રમતો સામેલ કરવામાં આવી. આ વખતે ખેલ મહાકુંભ 3.0 માં કૂલ 39 રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ખેલ મહાકુંભ 2.0ની 2023-24 આવૃત્તિમાં ગુજરાતમાંથી રેકોર્ડ બ્રેક 66 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગુજરાત સ્પોર્ટ્સ