scorecardresearch

રાજનીતિમાં આવ્યા પહેલા હરભજન સિંહે સચિન તેંડુલકરની લીધી હતી સલાહ, માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે આ શરત પર બનજે સાંસદ

Harbhajan Singh : હરભજન સિંહે કહ્યું કે મારા મનમાં પાજી (સચિન તેંડુલકર) માટે સૌથી વધારે સન્માન છે, હરભજન સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે આઇડિયા એક્સચેન્જ સેશન દરમિયાન આ જાણકારી આપી

રાજનીતિમાં આવ્યા પહેલા હરભજન સિંહે સચિન તેંડુલકરની લીધી હતી સલાહ, માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે આ શરત પર બનજે સાંસદ
સચિન તેંડુલકર અને હરભજન સિંહ (File)

ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે તેણે રાજનીતિમાં આવ્યા પહેલા પોતાના નજીકના મિત્ર અને પ્લેયર સચિન તેંડુલકર પાસેથી સલાહ લીધી હતી. સચિન પણ 2012 થી 2018 સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યા હતા. હરભજન સિંહ હાલ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીનો સભ્ય છે. હરભજન સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે આઇડિયા એક્સચેન્જ સેશન દરમિયાન આ જાણકારી આપી હતી.

હરભજને કહ્યું કે મારા મનમાં પાજી (સચિન તેંડુલકર) માટે સૌથી વધારે સન્માન છે. તેમણે મને સહજ અનુભવ કરાવ્યો છે. ક્રિકેટ રમવા દરમિયાન અમે નજીક આવ્યા કારણ કે ત્યા કમ્ફર્ટ હતો. મને લાગે છે કે તેમણે મારી કંપનીનો આનંદ લીધો. પછી હું તેમની સાથે પંજાબીમાં વાત કરવા લાગ્યો અને અમને બન્નેને એકબીજા સાથે વાત કરવામાં મજા આવવા લાગી.

જ્યારે પણ સલાહની જરૂર હોય છે ત્યારે પાજી પાસે જાઉ છું – હરભજન સિંહ

હરભજને કહ્યું કે જો મને ક્યારેય પણ સલાહની જરૂર હોય છે તો હું હંમેશા તેમની પાસે જાઉ છું. રાજ્યસભામાં આવ્યા પહેલા પણ તેમની સાથે વાત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે મને પોતાના દેશની સેવા કરવાની તક મળી રહી છે, આ સારી વાત છે પણ મારે ત્યારે જ હા પાડવી જોઈએ જ્યા હું તે માટે સમય આપી શકું. મેં વિચાર કર્યો કે આ સારી સલાહ છે. હવે આ મારી નવી ઇનિંગ્સ છે, મને નથી ખબર કે આ કેટલી લાંબી ચાલશે, બસ હું આ સારી રીતે કરું છું.

આ પણ વાંચો – આ શરમની વાત છે, વિરાટ કોહલીને જુઓ, રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર મહેનત કરવાની જરૂર : કપિલ દેવ

હાલ રાજનીતિ શીખી રહ્યો છું – હરભજન સિંહ

ક્રિકેટથી રાજનીતિમાં આવવા વિશે હરભજને કહ્યું કે સંસદમાં તેમની ઇનિંગ્સ શીખવાનો અનુભવ છે. આ મારા માટે પુરી રીતે અલગ ક્ષેત્ર છે. મેં ક્રિકેટમાં લગભગ 20 વર્ષ પસાર કર્યા છે અને તેની દરેક ક્ષણનો આનંદ ઉઠાવ્યો છે. આજે હું જે પણ કાંઇક છું કે રમતના કારણે છું. ત્યાં સુધી કે મને એમપીની સીટ એટલા માટે આપવામાં આવી કારણ કે હું ક્રિકેટર હરભજન સિંહ છું. હું હાલ ઘણો નવો છું, રાજનીતિમાં ઘણો કાચો છું અને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કેવી રીતે કામ કરે છે.

હરભજને કહ્યું કે સંસદ સત્રમાં હોવું, આપણા દેશના મોટા લોકોને મળવું, નિર્ણય લેવાવાળાને મળવું એક અલગ અનુભવ છે, મારા જ્ઞાનને શેર કરવું, જીવનના દરેક વિભિન્ન પહેલુઓમાં તેમના મનને જાણવું અને ભારતમાં જે કશું થઇ રહ્યું છે તે નિશ્ચિત રુપથી એક મોટી શીખ છે. જેટલો વધારે સમય પસાર કરું છું તેટલો અલગ-અલગ લોકો પાસેથી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

એમસીડી હાઉસમાં જે પણ કાંઇ બન્યું તે સારું ન હતું – હરભજન સિંહ

હરભજને કહ્યું કે હું ભારતમાં શું થઇ રહ્યું છે અને તે જ મુદ્દાને સંસદમાં ઉઠાવવાનો પ્રયત્ન કરું છું. આ રાજનીતિક એજન્ડા પર વધારેમાં વધારે નજર રાખવાનો પ્રયત્ન કરું છું. મેયર ચૂંટણી પછી એમસીડી હાઉસમાં થયેલી ઝડપ વિશે પૂછવા પર હરભજને કહ્યું કે જે પણ કાંઇક થયું તે સારી વાત નથી અને કાર્યવાહી જોઇ રહેલા કોઇપણ દેશના લોકો માટે આ સારી વાત નથી. આવું કરવું યોગ્ય નથી. ઘણા લોકો તમને જોઈ રહ્યા છે. તમે કોઇપણ પાર્ટીમાંથી હોય આ પ્રકારનો વ્યવહાર બિલકુલ બરાબર નથી. મુદ્દાના ઉકેલ માટે તમે બેસીને વાત કરી શકો છો. આ માટે બન્ને પક્ષોના લોકોએ પોતાના અહંકારને બાજુ રાખી આગળ આવવું પડશે. સમાધાન શોધવાની જરૂર છે.

Web Title: Harbhajan singh consulted sachin tendulkar before becoming an mp

Best of Express