/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/hardik-pandya-and-natasa-stankovic.jpg)
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે (Images: Hardik Pandya/Instagram)
Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ વાત જણાવી છે. હાર્દિક પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે તેની પત્ની નતાશાથી અલગ થઈ ગયો છે. હાર્દિક અને નતાશા લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા ન હતા, જે બાદ બંને અલગ થવાના સમાચાર આવ્યા હતા. હાર્દિક અને નતાશાએ હવે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું - આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો
હાર્દિક પંડ્યા અને નતાશાએ પોસ્ટમાં સંયુક્ત નિવેદન જાહેર કરતા લખ્યું છે કે ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા અને અમારું સર્વસ્વ આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું એ જ યોગ્ય નિર્ણય છે. તે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, અમે સાથે સારો સમય પસાર કર્યો. અમે એકબીજાનો આદર કરીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ છીએ.
બન્નેએ આગળ લખ્યું કે આપણા જીવનમાં અગસ્ત્ય છે જે આપણા જીવનનું સેન્ટર રહેશે. અમે તેની ખુશી માટે જે પણ કરી શકીએ તે કરીશું. અમે આ સમયે તમારો સાથ માગીએ છીએ અને આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયે અમારી પ્રાઇવેસીનું સન્માન કરે.
આ પણ વાંચો - શ્રીલંકા સામે ટી 20 અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, સૂર્યકુમાર યાદવ ટી-20 ટીમનો કેપ્ટન
નતાશા સ્ટેનકોવિકે ભારત છોડી દીધું
નતાશા સ્ટેનકોવિક ભારત છોડીને પોતાના દેશ સર્બિયા ચાલી ગઈ છે. તે બુધવારે તેના પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. ગુરુવારે નતાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સર્બિયાના ઘરની બાલકનીની તસવીર શેર કરી છે. આ તસવીર સાથે નતાશાએ કેપ્શનમાં લખ્યું છે કે હોમ સ્વીટ હોમ. નતાશા પોતાના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પહોંચી છે.
હાર્દિક અને નતાશાએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. 30 જુલાઇ 2020ના રોજ બન્ને એક પુત્રના માતા-પિતા બન્યા હતા. હાર્દિક અને નતાશાએ ફેબ્રુઆરી 2024માં હિન્દુ અને ક્રિશ્ચિયન રિત રિવાજથી લગ્ન કર્યા હતા.
.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us