Hardik Pandya Jasmin Walia Rumours : હાર્દિક પંડ્યા હાલમાં બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથેના સંબંધને લઇને સમાચારમાં છે. હાર્દિક અને સર્બિનિયન મોડલ નતાસા સ્ટેનકોવિક ગત જુલાઇ માસમાં લગ્નના ચાર વર્ષ બાદ એકબીજાથી અલગ થયા છે. બંને જુદા થયા એના મહિના બાદ હાર્દિક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે ડેટિંગને લઇને ચર્ચામાં છે. બંનેના રિલેશન અંગે લોકોનું ધ્યાન ત્યારે ગયું કે જ્યારે બંનેએ એક જ જગ્યાએથી સમાન ફોટા શેર કર્યા.
હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના સંબંધને હવા ત્યારે મળી કે જ્યારે બંને ગ્રીસમાં વેકેશન વિતાવી રહ્યા હતા. બંનેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં ગ્રીસના એક જ સ્થળના ફોટા શેયર કર્યા. જાસ્મિને બ્લ્યૂ રંગની બિકીનીમાં બ્રીઝી બ્લ્યૂ શર્ટ સાથે ફોટો શેર કર્યો હતો જેમાં પાછળ માયકોનોસ સીનરી સાથે પૂલ પાસે સ્ટાઇલિશ રીતે પોઝ આપ્યો હતો. હાર્દિકે પણ આ જ જગ્યાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે ક્રીમ રંગનું પેન્ટ અને પ્રિન્ટેડ શર્ટ અને સનગ્લાસ પહેર્યા છે. બંનેની આ પોસ્ટ આવતાં બંનેના રિલેશનની વાતને વેગ મળી રહ્યો છે.
હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સામે આવતાં યુઝર્સ બંનેના પેચ અપને લઇને ચર્ચાઓ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે, એક સમાન પરંતુ અલગ. બીજાએ લખ્યું કે, શું આ જ કારણ છે કે હાર્દિક અને નતાશા બંને અલગ થયા હતા? એક ચાહકે તો એટલે સુધી લખ્યું કે, એવું લાગે છે કે, હાર્દિક આખરે આગળ વધી રહ્યો છે. તે ચોક્કસ ડેટિંગ કરી રહ્યો છે.
હાર્દિક સાથે જેના અફેરની ચર્ચાઓ ઉઠી રહી છે એ જાસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર છે. બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીયલ ધ ઓન્લી વે ઇઝ એસેક્સ પર આવ્યા બાદ તેની ફેમસ બની હતી. હાલમાં તેણી બ્રિટિશ ટેલિવિઝનનો એક જાણીતો ચહેરો બની યુવાઓની ચહીતી બની રહી છે.
આ પણ વાંચો – હાર્દિક અને નતાસાએ ભાવુક પોસ્ટ શેર કરી
અહીં નોંધનિય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વર્ષ 2020 માં સર્બિનિયન મોડલ સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. જોકે બંને વચ્ચે કોઇ વિવાદ સર્જાતાં બંનેએ ગત જુલાઇ માસમાં જ છુટા થવાની જાહેરાત કરી હતી. હાલમાં પુત્ર અગસ્ત્ય સાથે નતાસા સર્બિયામાં છે.
જાસ્મિન વાલિયા Bom Diggy Diggy સોન્ગ
જાસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર હોવાની સાથોસાથ હિન્દી આલ્બમમાં પણ કાર્યરત છે. સોનુ કે ટીટૂ કી સ્વિટી મૂવીનું બોમ ડિગી ડિગી સોન્ગ જાસ્મિન વાલિયાએ ગાયું છે.મ્યુઝિક ડાયરેક્ટર જેક નાઇટ સાથે તેણીએ આ ગીતમાં પોતાનો સ્વર આપ્યો છે. આ સોન્ગના લિરિક્સ કુમાર અને જેક નાઇટે લખ્યા છે. નુસરત ભરુચા અને કાર્તિક આર્યન અભિનીત આ ગીત ઘણું પોપ્યુલર થયું હતું.
જાસ્મિન વાલીયાએ અંગ્રેજી, પંજાબી અને હિન્દી ગીતો ગાયા છે.
જાસ્મિન વાલિયા ઇન્સ્ટાગ્રામ
બ્રિટિશ સિંગર જાસ્મિન ઇન્સ્ટાગ્રામ પર ઘણી કાર્યરત છે. ઇન્સ્ટાગ્રામ પર તે 6.6 ફોલોઅર્સ ધરાવે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે અને પોતાના ફોટા વીડિયો શેર કરતી રહે છે. યુઝર્સ પણ તેણીને ઘણી પસંદ કરે છે અને શેર કરેલા ફોટા અને વીડિયો પર કોમેન્ટસ કરી પોતાનો પ્રેમ વરસાવતા રહે છે.
જાસ્મિન વાલિયા જન્મ, કરિયર
જાસ્મિન વાલિયા ભારતીય મૂળની બ્રિટિશ સિંગર છે. જે ટેલિવિઝન પરથી ઘણી જાણીતી બની છે. તેણીએ અંગ્રેજી, પંજાબી અને હિન્દી ગીતો ગાયા છે. વર્ષ 2017માં મ્યુઝિક ડાયરેક્ટર રાઇટર જેક નાઇટ સાથેનો આલ્બમ ઘણો જાણીતો બન્યો હતો. જાસ્મિન વાલિયાનો જન્મ ઇંગ્લેન્ડના અસેક્સમાં ભારતીય મૂળના ફેમિલીમાં થયો હતો.





