ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા સૌથી યંગેસ્ટ અને સ્ટાઇલિશ ક્રિકેટર છે. લિમિટેડ ઓવરના ફોર્મેટમાં વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યાએ ગયા મહિને ઓલ ફોર્મેટના કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં જીત હાંસલ કરી હતી. સ્ટાર ઓલરાઉન્ડરે સોમવાર, 6 માર્ચ, 2023 ના રોજ, મેદાનની બહારની વધુ એક સિદ્ધિ હાંસલ કરી.
હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2.5 કરોડ ફોલોઅર્સને વટાવી દીધા છે. આ સાથે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યાએ આ ઉપલબ્ધી હાંસલ કરવામાં કેટલાક મોટા નામોને પાછળ છોડી દીધા છે. તેમાં ટેનિસ સ્ટાર રાફેલ નડાલ, રોજર ફેડરર, ફોર્મ્યુલા વન ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેન અને મહિલા ફૂટબોલર એરલિંગ હાલેન્ડ પણ સામેલ છે. હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ પર 2.5 કરોડ ફોલોઅર્સ બનાવનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયા છે.
હાર્દિક પંડ્યાના Instagram પર અલ્લુ અર્જુન, સોનુ સૂદ, વિજય દેવેરાકોંડા જેવા કલાકારો અને જ્હાન્વી કપૂર, મલાઈકા અરોરા, રકુલ પ્રીત સિંહ, સામંથા રૂથ પ્રભુ, અનન્યા પાંડે અને તાપસી પન્નુ જેવી અભિનેત્રીઓ કરતાં વધુ ફોલોઅર્સ છે. અલ્લુ અર્જુન ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સાઉથના એક્ટર છે.