Hardik Pandya Mahieka Sharma : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનું નામ અવારનવાર કોઈની સાથે જોડાયેલું રહે છે. પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી તેનું નામ ઘણી યુવતી સાથે જોડાયું હતું. જોકે તેણે ક્યારેય કઇ વાત જાહેર કરી નથી. પરંતુ આજકાલ હાર્દિક અને ફેશન મોડલ અને અભિનેત્રી માહિકા શર્માનો પ્રેમ વધી રહ્યો છે. બંનેએ તેને સાર્વજનિક પણ કરી દીધો છે. ખાસ કરીને હાર્દિક પંડયા પણ પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી.
થોડા દિવસો પહેલા કરવા ચોથના અવસર પર બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને હાર્દિકના બર્થ ડે પર સાથે વેકેશન પર ગયા હતા. હવે ખુદ હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કાર ધોઈ રહ્યો છે અને તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા આ દરમિયાન તેને કિસ કરતી જોવા મળી રહી છે. એટલે કે હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે બંને સંભવતઃ એકબીજાને ડેટ કરી રહ્યા છે. એ પણ ઘણી હદ સુધી સ્પષ્ટ થઇ ગયું છે કે હાર્દિક હવે નતાશાથી અલગ થયા બાદ આગળ વધી ગયો છે.
ઘણી યુવતીઓ સાથે જોડાયું નામ
હાર્દિક પંડયા નતાશાથી અલગ થયા બાદ ઘણી યુવતીઓ સાથે નામ જોડાયા હતા. તેનું નામ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોડાયું હતું. આ સિવાય બ્રિટિશ મોડલ અને સિંગર જેસ્મિન વાલિયા સાથે લાંબા સમય સુધી બન્નેના પ્રેમની ચર્ચા રહી હતી. જેસ્મિન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની બસ અને અન્ય ખેલાડીઓની પત્ની દેવીશા શેટ્ટી, રિતિકા સજદેહ સાથે પણ જોવા મળી હતી. જોકે હવે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે અને માહિકા એકબીજાને ડેટ કરી રહ્યા છે.
આ પણ વાંચો – ICC એ એશિયા કપ વિવાદ પર સંભળાવી સજા, સૂર્યકુમાર યાદવને દંડ, હરિસ રઉફ બે મેચ માટે સસ્પેન્ડ
હાર્દિક પંડ્યાએ પોતાની હાલની પોસ્ટમાં એક એવો ફોટો પણ શેર કર્યો છે જેમાં તેણે પોતાના ફોનનું વોલપેપર બતાવ્યું છે જેમાં તેની અને માહિકાની તસવીર છે. આ પહેલા પણ બંને વેકેશનમાં ખૂબ જ નજીક અને મસ્તી કરતા જોવા મળતા હતા. આ પોસ્ટમાં તેનો પુત્ર અગસ્ત્યા પણ જોવા મળે છે. જોકે તે તેમની સાથે નથી પરંતુ ફોન પર જોવા મળે છે. હાર્દિક પંડયા ઈજાના કારણે એશિયા કપ 2025થી બહાર છે.
કોણ છે માહિકા શર્મા?
હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ મહિકા શર્માની વાત કરીએ તો તે વ્યવસાયે ફેશન મોડલ અને અભિનેત્રી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જ્યારે 2019માં પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મમાં પણ જોવા મળી હતી, જેમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં હતો. આ સિવાય તે રેપર રાગાના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. આ સિવાય તેને ભારતીય ફેશન એવોર્ડ્સ 2024માં મોડલ ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવી હતી.





