શું હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે? ઇન્સ્ટાગ્રામ પર પુરાવા કઇક બીજુ કહે છે

Hardik Pandya Natasa Stankovic : સોશિયલ મીડિયા પર એવી પણ વાતો ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઇ ગયો છે.

Hardik Pandya Natasa Stankovic : સોશિયલ મીડિયા પર એવી પણ વાતો ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઇ ગયો છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
hardik pandya, natasa stankovic

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક (તસવીર - નતાશા સ્ટેનકોવિક ઇનસ્ટાગ્રામ)

Hardik Pandya Natasa Stankovic : આઇપીએલ 2024 હાર્દિક પંડ્યા માટે સાવ ખરાબ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની કેપ્ટન્સીમાં છેલ્લા સ્થાને રહી હતી. એટલું જ નહીં હાર્દિકે ચાહકોના હૂટિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એવી પણ વાતો ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઇ ગયો છે. જોકે તેમના બંને ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી વાતો છે જે કંઇક અલગ જ કહાની કહી રહી છે.

Advertisment

હાર્દિક અને નતાશા એકબીજાને ફોલો કરી રહ્યા છે

બંનેના અલગ ન થવાનો સૌથી મોટો પુરાવો એ છે કે નતાશા અને હાર્દિક આજે પણ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહીં નતાશાની આ પોસ્ટ પર કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી પણ કોમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય નતાશા અને હાર્દિકે પોતાના લગ્નના ફોટો ડિલીટ કર્યા નથી. આ ફોટા હજી પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોવા મળે છે.

હાર્દિકના વીડિયોમાં જોવા મળી નતાશા

9 એપ્રિલે હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘરે કીર્તનનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નતાશા પરિવારના તમામ સભ્યો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. એટલું જ નહીં હાલમાં જ નતાશાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેના કેપ્શનમાં તેણે સંકેત આપ્યો હતો કે હાર્દિક હજી પણ તેના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે તેના પ્રેમના કારણે જીવી રહ્યો છું, તેની કીર્તિથી ઘેરાયેલો છે. આ તસવીરોમાં નતાશા સૂટ પહેરીને બિંદી પહેરેલી જોવા મળી હતી.

Advertisment
https://www.instagram.com/p/C5iNBpZo2aE/?hl=en

આ પણ વાંચો - રિકી પોન્ટિંગનો દાવો – મેં ટીમ ઈન્ડિયાના હેડ કોચની ઓફરને ફગાવી

આઈપીએલમાં હાર્દિકને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો

નતાશા અને હાર્દિકના અલગ થવાના સમાચાર પાછળનું સૌથી મોટું કારણ આઇપીએલમાં નતાશાની ગેરહાજરી હતી. આ સિઝનમાં નતાશા મુંબઈની કોઇ પણ મેચમાં જોવા મળી ન હતી. ન તો તે સ્ટેડિયમમાં આવી હતી કે ન તો તેણે હાર્દિક સાથે જોડાયેલી કોઈ સ્ટોરી કે પોસ્ટ શેર કરી હતી.

કેટલાક ચાહકોનું માનવું છે કે આની પાછળ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવાનું મોટું કારણ હોઈ શકે છે. હાર્દિક નથી ઇચ્છતો કે નતાશાને તેના કારણે ટ્રોલિંગ અથવા હૂટિંગનો સામનો કરવો પડે. દેશના ક્રિકેટરોએ ઘણી વખત આવી બાબતોનો સામનો કર્યો છે જ્યાં તેમના પ્રદર્શનને કારણે તેમના પરિવારને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

હાર્દિક ક્રિકેટ IPL સ્પોર્ટ્સ