વર્લ્ડ કપમાં થયેલી ઈજા પર હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું, કહ્યું - જ્યારે હું ચાલી શકતો ન હતો ત્યારે દોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો

IPL 2024 : હાર્દિક પંડ્યાએ ઇજાના સમયને યાદ કરતા કહ્યું કે તેણે ટીમને કહ્યું હતું કે તે માત્ર 5 દિવસમાં જ પરત આવી જશે. હું એક વર્ષથી વધુ સમયથી વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો હતો

IPL 2024 : હાર્દિક પંડ્યાએ ઇજાના સમયને યાદ કરતા કહ્યું કે તેણે ટીમને કહ્યું હતું કે તે માત્ર 5 દિવસમાં જ પરત આવી જશે. હું એક વર્ષથી વધુ સમયથી વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Hardik Pandya injury, Hardik Pandya

હાર્દિકને વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે પગમાં ઈજા થઈ હતી (ICC)

Hardik Pandya : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા વર્લ્ડ કપ બાદ પુનરાગમન કરવા માટે તૈયાર છે. હાર્દિકને વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે પગમાં ઈજા થઈ હતી. આ ઈજા બાદ તે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. હવે તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રમશે. હાર્દિકે ઇજાના સમયને યાદ કરતા કહ્યું કે તેણે ટીમને કહ્યું હતું કે તે માત્ર 5 દિવસમાં જ પરત આવી જશે.

Advertisment

હાર્દિક પંડ્યાએ ટીમને કહ્યું કે તે 5 દિવસમાં પાછો ફરશે

હાર્દિક પંડ્યાએ તે સમયને યાદ કરતા કહ્યું કે હું એક વર્ષથી વધુ સમયથી વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો હતો. મેચ દરમિયાન ઈજા થઈ હતી. ઈજાના કારણે હું 25 દિવસ સુધી આઉટ ઓફ એક્શન રહ્યો હતો જેનો અર્થ એ થયો કે હું વર્લ્ડ કપમાંથી બહાર થઈ જઈશ. મેં બળપૂર્વક પ્રયત્ન કર્યો. મેં મેનેજમેન્ટને કહ્યું કે હું પાંચ દિવસમાં પાછો આવીશ. મેં મારી એડી પર ત્રણ જગ્યાએ ઇન્જેક્શન આપ્યું. સોજો આવવાને કારણે મારે મારી એડીમાંથી લોહી કાઢવું પડ્યું હતું.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સ છોડવા પર ટીમના કોચ આશિષ નેહરાએ આપ્યો આવો જવાબ

બળજબરીપૂર્વકના પ્રયાસમાં હાર્દિક ઇજાગ્રસ્ત

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે એક સમયે મને ખ્યાલ ન હતો કે જો હું પ્રયત્ન કરતો રહીશ તો લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત થઈ જઈશ. હું તે સમયે વિચારી રહ્યો હતો કે જો મારી પાસે ટીમમાં જોડાવાની તક એક ટકા હશે તો હું તેના માટે પ્રયાસ કરીશ. મારા પ્રયત્નો ભારે પડ્યા હતા અને હું ત્રણ મહિના માટે બહાર થઇ ગયો હતો. જ્યારે હું ચાલી પણ શકતો ન હતો ત્યારે હું દોડવા વિશે વિચારતો હતો. 10 દિવસના પ્રયત્ન પછી મેં હાર માની લીધી હતી.

Advertisment

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પરત ફરેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે કહ્યું હતું કે તેમની ટીમ આઈપીએલમાં એવી રમત બતાવશે કે જેને કોઈ ભૂલી નહીં શકે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન પહેલા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો. તેણે કહ્યું કે અમે એવું ક્રિકેટ રમીશું જેના પર દરેકને ગર્વ થશે અને કોઈ ભૂલી શકશે નહીં.

હાર્દિક IPL સ્પોર્ટ્સ વર્લ્ડકપ