World Cup 2023 : ટીમ ઈન્ડિયાને આંચકો, હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર, આ પ્લેયર હશે રિપ્લેસમેન્ટ

હાર્દિક પંડ્યા પગની ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

Written by Ankit Patel
Updated : November 04, 2023 11:02 IST
World Cup 2023 : ટીમ ઈન્ડિયાને આંચકો, હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર, આ પ્લેયર હશે રિપ્લેસમેન્ટ
હાર્દિક પંડ્યા

World Cup 2023, Hardik Pandya, Team India : વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તે પગની ઘૂંટીની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમની બદલીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. તેણે ઓવરની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું. આ પછી તે મેદાનમાં પાછો ફર્યો નહોતો. ઈજામાંથી બહાર આવવા માટે તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન હેઠળ હતો.

તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું હતું.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને માહિતી આપી હતી કે પંડ્યા 12 નવેમ્બર એટલે કે દિવાળીના રોજ બેંગલુરુમાં નેધરલેન્ડ સામેની મેચ રમી શકે છે. તે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે નહીં. હવે માહિતી આવી છે કે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં

વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 7માંથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ટીમ છે. તેણે તેની છેલ્લી બે લીગ મેચોમાં 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડનો સામનો કરવાનો છે. હાર્દિકની ગેરહાજરીમાં ટીમે 6 બેટ્સમેન, 1 ઓલરાઉન્ડર અને 4 બોલરોને મેદાનમાં ઉતાર્યા છે. મોહમ્મદ શમીના આવવાથી પેસ એટેક ઘણો ઘાતક બની ગયો છે.

આ પણ વાંચોઃ- Career News : નોકરી કરતા લોકો માટે સારા સમાચાર! 2024 માં પગાર વધારાની સારી તકો, WTW રિપોર્ટે આશાઓ જગાડી

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં

હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાંથી બહાર થવાનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ ચેડાં નહીં થાય. સૂર્યકુમાર યાદવ નંબર-6 પર રમતા જોવા મળશે. પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાની વાત કરીએ તો તેણે 17 મેચમાં 29 વિકેટ ઝડપી છે. તે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ODI સિરીઝ રમ્યો હતો.

વધુ વાંચોઃ- Nepal Earthquake : નેપાળમાં ભારે ભૂકંપ, 128 લોકોના મોત, 140થી વધુ ઘાયલ, દિલ્હી સહિત ભારતના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા

પ્રસિદ્ધ કૃષ્ણ ભાગ્યે જ રમી શકે છે

વર્લ્ડ કપની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટ ખેલાડીઓને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં પ્રસિદ્ધ કૃષ્ણ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જોકે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહની હાજરીને કારણે પ્રસિદ્ધ કૃષ્ણને કદાચ જ વર્લ્ડ કપમાં રમવાની તક મળી શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ