Hardik Pandya Rumoured GF Jasmin Walia : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં હાઇપ્રોફાઇલ મુકાબલો યોજાયો હતો. જેમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તે બોલિંગ સિવાય પોતાની રુમર્ડ ગર્લફ્રેન્ડને લઇને પણ ચર્ચામાં રહ્યો હતો.
હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા ક્રિકેટ મેચ જોવા માટે દુબઈમાં સ્ટેડિયમમાં હાજર રહી હતી. સ્ટેડિયમમાં બેઠેલી જાસ્મીનનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાસ્મીન ડગઆઉટમાં બેઠી ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળે છે.
કોણ છે જાસ્મીન વાલિયા?
અભિનેત્રી અને ગાયિકા જાસ્મીન વાલિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. જાસ્મીનનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્નીથી અલગ થયા પછી હાર્દિક પંડ્યા જાસ્મીનને ડેટ કરી રહ્યો છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જાસ્મીન વાલિયા એક અભિનેત્રી છે અને તેણે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ માઇલસ્ટોન, સચિન તેંડુલકરથી નીકળી ગયો આગળ
IMDb અનુસાર જાસ્મીને 2001 ની ફિલ્મ ‘હેરી પોટર’ માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં જાસ્મીન જાદુઈ સ્કૂલ હોગવર્ડ્સમાં કાસ્ટ થઇ હતી. આ પછી જાસ્મીને કેઝ્યુઅલ્ટી નામની શ્રેણીમાં પણ કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી જાસ્મીન સતત મ્યુઝિક વીડિયોમાં જોવા મળી રહી છે. અભિનેત્રી હોવા ઉપરાંત, જાસ્મીન એક ગાયિકા અને સંગીતકાર પણ છે. જાસ્મીનએ અત્યાર સુધીમાં ઘણા ગીતો પણ બનાવ્યા છે. જાસ્મીને OTT શ્રેણી ડોક્ટર્સમાં પણ કામ કર્યું છે.
હાર્દિક પંડ્યાના છૂટાછેડા થઈ ગયા છે
હાર્દિક પંડ્યાના છૂટાછેડા થઇ ચૂક્યા છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને 31 મે 2020 ના રોજ લગ્ન કર્યા. બન્નેને એક પુત્ર પણ છે. જોકે લગ્નના થોડા વર્ષો પછી બંનેના જીવનમાં તણાવ આવવા લાગ્યો અને તેમણે સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો. ગયા વર્ષે હાર્દિક અને નતાશાએ તેમના છૂટાછેડાના સમાચાર લોકો સાથે શેર કર્યા હતા. હવે હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા છે.





