નતાશા સાથે તલાકની અફવા વચ્ચે હાર્દિક પંડ્યાની આ રશિયન મોડલ સાથે તસવીર વાયરલ, જાણો શું છે કહાની

Hardik Pandya : હાર્દિકનું અંગત જીવન છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. હાર્દિકના પત્ની નતાશા સ્ટેનકોવિચથી છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ નતાશાએ હાર્દિક માટે સોશિયલ મીડિયા પર એકપણ પોસ્ટ કરી નથી

Written by Ashish Goyal
July 10, 2024 19:15 IST
નતાશા સાથે તલાકની અફવા વચ્ચે હાર્દિક પંડ્યાની આ રશિયન મોડલ સાથે તસવીર વાયરલ, જાણો શું છે કહાની
હાર્દિક પંડ્યા અને રશિયન મોડલ એલિના તુટેજા (તસવીર - ellenatutteja_official)

Hardik Pandya : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા વર્લ્ડ ચેમ્પિયન તરીકે દેશમાં પરત ફર્યો છે. હાર્દિકે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકનું અંગત જીવન છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. હાર્દિકના પત્ની નતાશા સ્ટેનકોવિચથી છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ નતાશાએ હાર્દિક માટે સોશિયલ મીડિયા પર એકપણ પોસ્ટ કરી નથી. જોકે એક રશિયન મોડલે હાર્દિક સાથેની તસવીરો શેર કરી હતી.

એલીના તુટેજાએ હાર્દિક સાથેની તસવીર શેર કરી

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ રશિયન મોડલ અને બોલિવૂડ એક્ટ્રેસ એલીના તુટેજાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તે હાર્દિક પંડ્યા સાથે એક એડ શૂટ કરતી જોવા મળી હતી. બ્લેક ડ્રેસમાં એલેના ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે હાર્દિક પંડ્યા તેની સાથે વ્હાઇટ સેડોમાં જોવા મળ્યો હતો.

હાર્દિક માટે લખ્યો ખાસ મેસેજ

એલિનાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ભારત આ સમયે પોતાના ચેમ્પિયન પર ગર્વ અનુભવી રહ્યું છે. મેં વિચાર્યું કે તેમાંથી એક સાથે પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરું. હાર્દિક પંડ્યાએ આપણને બધાને ગર્વ કરવાની તક આપી છે. આ પોસ્ટ પર ભારતીય પ્રશંસકો તેને હાર્દિકની ગર્લફ્રેન્ડ કહેવા લાગ્યા હતા. કેટલાકે ભાભી લખીને પણ કોમેન્ટ કરી હતી. એલિનાએ ટૂંક સમયમાં જ આ અફવાનું સત્ય જાહેર કરી હતી.

આ પણ વાંચો – રાહુલ દ્રવિડે ફગાવી બીસીસીઆઈની ઓફર, કર્યું એવું કામ કે પ્રશંસકો કરી રહ્યા છે સલામ

એલિનાએ શું કહ્યું

એલિનાએ બ્રાયન લારા સાથેની તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે તેના કામને કારણે તેને લોકપ્રિય લોકોને મળવાની તક મળે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેમને ડેટ કરી રહી છે.

કોણ છે એલિના તુટેજા?

એલિનાનો જન્મ મોસ્કોમાં થયો હતો. તે થોડા વર્ષો પહેલા દિલ્હી આવી હતી. આ પછી તે મુંબઈ આવી ગઇ હતી. તેણે મિસેઝ ઇન્ડિયા અર્થ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્રીજા સ્થાને રહી હતી. એલિના ટીવી સિરીઝ પાર્ટનર્સ, સાવધાન ઇન્ડિયા અને બદતમીઝ દિલમાં જોવા મળી ચૂકી છે. તેનું કહેવું છે કે તેણે દિલ નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. હાર્દિકની પત્ની નતાશા પણ વિદેશી મોડેલ અને અભિનેત્રી છે. નતાશા સર્બિયાની છે અને તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ