હર્ષલ પટેલની 14 વર્ષ પછી ઘર વાપસી, હરિયાણા છોડીને ગુજરાત તરફથી રમવાનો કેમ કર્યો નિર્ણય?

Harshal Patel : ઘરેલુ ક્રિકેટમાં અભિયાનની શરૂઆત પહેલા હરિયાણાને મોટો ઝટકો લાગ્યો છે. હર્ષલ પટેલે 2025-26ની ડોમેસ્ટિક સિઝન માટે ગુજરાત સાથે કરાર કર્યો છે. હર્ષલનો જન્મ ગુજરાતમાં થયો હતો

Written by Ashish Goyal
September 02, 2025 15:02 IST
હર્ષલ પટેલની 14 વર્ષ પછી ઘર વાપસી, હરિયાણા છોડીને ગુજરાત તરફથી રમવાનો કેમ કર્યો નિર્ણય?
હર્ષલ પટેલ તેના હરિયાણાના સાથી ખેલાડીઓ સાથે. (તસવીર - હર્ષલ પટેલ ઇન્સ્ટાગ્રામ)

Harshal Patel Returns Home Gujarat : ઘરેલુ ક્રિકેટમાં અભિયાનની શરૂઆત પહેલા હરિયાણાને મોટો ઝટકો લાગ્યો છે. જયંત યાદવ બાદ હર્ષલ પટેલે પાર્ટી છોડી દીધી છે. તેણે 2025-26ની ડોમેસ્ટિક સિઝન માટે ગુજરાત સાથે કરાર કર્યો છે. હર્ષલનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેણે અંડર-19 સિઝનમાં શાનદાર પ્રદર્શન બાદ 2008-09માં લિસ્ટ એ ડેબ્યૂ કર્યું હતું.

ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે 2010માં અંડર-19 વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ તરત જ તક ન મળતા હર્ષલ હરિયાણામાં ગયો હતો. તેણે 2011-12માં હરિયાણા તરફથી ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે તમામ ફોર્મેટમાં આ ટીમનો મહત્વનો સભ્ય રહ્યો છે. ઓવરઓલ હર્ષલે 74 મેચમાં 24.02ની એવરેજથી 246 ફર્સ્ટ ક્લાસ વિકેટ ઝડપી છે. તેમાં 12 ઇનિંગ્સમાં પાંચ વિકેટનો પણ સમાવેશ થાય છે.

હરિયાણાને મજબૂત ટીમ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી

હર્ષલ પટેલે છેલ્લા કેટલાક વર્ષોથી વ્હાઇટ-બોલ ફોર્મેટમાં હરિયાણાને મજબૂત ટીમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે 2023-24માં પહેલી વખત વિજય હજારે ટ્રોફી જીતનારી ટીમમાં સામેલ હતો. હવે તેણે પરિવાર સાથે સમય પસાર કરવા માટે હરિયાણા છોડવાનો નિર્ણય કર્યો છે.

મેં મારા પરિવારને સમય આપવા માટે નિર્ણય કર્યો

ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ અમદાવાદમાં રહેનાર હર્ષલનો પરિવાર અમેરિકામાં પણ રહે છે. તેણે બંને જગ્યાએ સમય પસાર કરવો પડે છે. આવી સ્થિતિમાં જ્યારે તેને લાગ્યું કે તેણે વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ વચ્ચે તેના પરિવાર સાથે સમય વિતાવવાને પ્રાધાન્ય આપવું જોઈએ ત્યારે તેણે ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો – BCCI એ એમએસ ધોનીને આપી આવી ઓફર, શું ટીમ ઇન્ડિયા સાથે જોડાશે?

હર્ષલ પટેલ ગુજરાત માટે પ્રિ-સિઝનની તૈયારીઓ માટે ઉપલબ્ધ રહેશે

હર્ષલ પટેલનો અન્ય એક ટીમે પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ પહેલા જોવા માંગતા હતા કે ગુજરાતની ટીમ તેને સાથે જોડવા માટે તૈયાર છે કે નહીં. તેઓ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ગુજરાતમાં પ્રિ-સિઝનની તૈયારીઓ માટે ઉપલબ્ધ રહેશે. તેની શરૂઆત આ મહિનાના અંતમાં ત્રિકોણીય શ્રેણીથી થશે. તેમાં રાજ્યની અન્ય બે ટીમ બરોડા અને સૌરાષ્ટ્રની પણ સામેલ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ