ICC World Cup Cricket : વર્લ્ડ કપ ક્રિકેટથી ક્યા ઉદ્યોગ-ધંધાને થશે ફાયદો; કઇ કંપનીઓના શેરમાં રોકાણથી થશે કમાણી? જાણો

Sector To Benefit From World Cup Cricket : ભારતમાં આઈસીસી વર્લ્ડ કપ ક્રિકેટના આયોજનથી હોટેલ, એરલાઇન્સ સહિત ઘણા વેપાર-ધંધાને ફાયદો થશે. વર્લ્ડ કપ દરમિયાન કઇ કંપનીઓના શેરમાં રોકાણથી કમાણીનો મોકો મળશે, અહીંયા જાણો.

Written by Ajay Saroya
October 02, 2023 17:01 IST
ICC World Cup Cricket : વર્લ્ડ કપ ક્રિકેટથી ક્યા ઉદ્યોગ-ધંધાને થશે ફાયદો; કઇ કંપનીઓના શેરમાં રોકાણથી થશે કમાણી? જાણો
વન-ડે વર્લ્ડ કપ 2023 (Twitter/ICC Cricket World Cup)

Hotel And Airlines Sector To Benefit From World Cup Cricket : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપને લઇ ભારતમાં જબરદસ્ત ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહથી શરૂ થનારા ક્રિકેટના આ મહાકુંભને લઇ ક્રિકેટ ચાહકો ઉત્સાહી છે. જે શહેરોમાં વર્લ્ડ કેપ મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંની હોટેલ બુકિંદના ચાર્જ અનેકગણા વધી ગયા છે. તેમજ જે-તે શહેરોની પ્લેન ટિકિટના રેટ પણ વધી ગયા છે. હોટલ રૂમના ભાડા 6 થી 7 ગણા વધી જવાની સાથે સાથે ફ્લાઇટ ટિકિટ 2 થી 3 ગણી મોંઘી થઈ ગઈ છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, આ વખતે આઇસીસી વર્લ્ડ કપ ક્રિકેટની તમામ મેચો માત્ર ભારતમાં જ રમાશે અને તેનાથી ચોક્કસપણે ભારતના હોટેલ ઉદ્યોગ, એવિએશન, ક્યુએસઆર અને ટુરિઝમ સેક્ટર સહિત સમગ્ર હોસ્પિટાલિટી સેક્ટરને પ્રોત્સાહન આપશે. જેનો સીધો ફાયદો આ સેક્ટરમાં કાર્યરત કંપનીઓને થશે અને તેમના શેરમાં પણ તેજી જોવા મળી શકે છે.

વર્લ્ડ કપ ક્રિકેટથી હોટેલ બુકિંગ ચાર્જ અને વિમાન ભાડા વધ્યા ( Hotel and Flight Ticket Rate High due to World Cup Cricket)

ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમ જ્યાં રમવાની છે તે તમામ શહેરોમાં હોટેલ બુકિંગમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં માંગમાં સરેરાશ કરતાં લગભગ 800 ટકા વધારો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. વર્લ્ડ કપની ક્રિકેટ મેચ જે શહેરોમાં રમવાની છે તે શહેરોના વિમાન ભાડામાં 2 થી 3 ગણો વધારો થયો છે, તેવી જ રીતે ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલોના ભાડા પણ 10 થી 15 ગણા વધી ગયા છે.

વર્લ્ડ કપ ક્રિકેટ મેચથી ક્યા ઉદ્યોગોને ફાયદો થશે (Which Sector To Benefit From World Cup Cricket)

share market | stock market tips | stock investment strategy | share market return | bse sensex | nse nifty | sensex nifty | share trading strategy | share marmet news | business news
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, વર્ષ 2011 બાદ હવે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ ક્રિકેટ 2023નું આયોજન થઇ રહ્યું છે. આવું પહેલીવાર છે જ્યારે વર્લ્ડ કપ ક્રિકેટની તમામ મેચો માત્ર ભારતમાં જ રમાશે. વર્લ્ડ કપ ક્રિકેટને લઇ ભારતીયોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આમ વર્લ્ડ કપ ક્રિકેટથી ઘણા બધા ઉદ્યોગ-ધંધાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે. જેમાં હોટલ, ફૂડ એન્ડ બેવરેજીસ, ટ્રાવેલ્સ સેક્ટરનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, આ વિશ્વ કપ રોકાણકારો માટે વધુ સારી તક લઇને આવ્યો છે અને તમે આવા સેક્ટર સાથે સંબંધિત મજબૂત કંપનીઓમાં રોકાણ કરીને કમાણી કરી શકો છે.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપને કારણે હોટેલ બુકિંગથી લઈને ફ્લાઈટ ટિકિટ સુધીની દરેક વસ્તુની ડિમાન્ડ વધી છે, જેના કારણે હોટલ બુકિંગના રેટ અને વિમાન ભાડા પણ વધી ગયા છે તેમજ હજી વધવાની શક્યતા છે.

વર્લ્ડ કપ ક્રિકેટથી આ ઉદ્યોગ-ધંધાને ફાયદો થશે

વર્લ્ડ કપ દરમિયાન ટીમની જર્સી, ક્રિકેટ બેટ અને બોલ અને અન્ય વસ્તુઓ અને ક્રિકેટ સંબંધિત ગારમેન્ટ્સની માંગ ઘણી વખત વધી જાય છે. સ્પોર્ટ્સ એપેરલ અને સંબંધિત સામાન બનાવતી કંપનીઓને પણ ફાયદો થઈ શકે છે. તેમજ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન મોટી સ્ક્રીન ટીવી, સાઉન્ડ સિસ્ટમ અને અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં પણ વધારો થાય છે, જેના કારણે આ સેક્ટરની કંપનીઓને ફાયદો થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે પણ ફાયદાકારક સાબિત થશે. વર્લ્ડ કપ ક્રિકેટથી અમુક કંપનીઓના શેરમાં પણ તેજી જોવા મળી શકે છે.

આ પણ વાંચો |  તહેવારોમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી વખતે 8 મુદ્દા ધ્યાનમાં રાખો, ખોટા ખર્ચ અને ઉંચા બિલ પેમેન્ટથી બચી જશો

કઇ કંપનીના શેરમાં તેજીની અપેક્ષા

  • ભારતીય હોટેલ્સ કંપની (Indian Hotels Company)
  • જ્યુબિલન્ટ ફૂડવર્કસ (Jubilant FoodWorks)
  • ઇન્ટરગ્લોબ એવિએશન (Interglobe Aviation)
  • આઇઆરસીટીસી (IRCTC)
  • વરુણ બેવરેજીસ (Varun Beverages)
  • યુનાઇટેડ સ્પિરિટ્સ (United Spirits)
  • ઝોમેટો (Zomato)

(સલાહ: બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ)

(Disclaimer: શેર બજારમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ફાયનાન્સિયલ એક્સપ્રેસના અંગત મંતવ્યો નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સનો અભિપ્રાય લેવો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ