BCCIએ હવે ભારતીય ટીમ માટે ખજાનો ખોલ્યો, ICC ની કુલ ઈનામી રકમ કરતાં રૂ. 31 કરોડ વધુની કરી જાહેરાત

BCCI Prize Money for Team India | BCCI પ્રાઈઝ મની ફોર ટીમ ઈન્ડિયા : ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024 પોતાના નામે કરી લીધો, જેનું આઈસીસી અને બીસીસીઆઈએ ઈનામ જાહેર કર્યું છે, તો જોઈએ કોણે કેટલું ઈનામ જાહેર કર્યું અને દરેક ખેલાડીને કેટલી રકમ ભાગમાં આવી શકે.

Written by Kiran Mehta
Updated : July 01, 2024 01:10 IST
BCCIએ હવે ભારતીય ટીમ માટે ખજાનો ખોલ્યો, ICC ની કુલ ઈનામી રકમ કરતાં રૂ. 31 કરોડ વધુની કરી જાહેરાત
બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયા માટે ઈનામ જાહેર કર્યું

BCCI Prize Money for Team India | BCCI પ્રાઈઝ મની ફોર ટીમ ઈન્ડિયા : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 નું ટાઈટલ જીત્યું અને તેના એક દિવસ પછી BCCI એ ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈનામની હવે જાહેરાત કરી છે. ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમને BCCI દ્વારા ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તેને ICC તરફથી 20.4 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળ્યા હતા, પરંતુ BCCI તરફથી ભારતને ICC કરતા 105 કરોડ રૂપિયા વધુ મળશે. જો 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ 15 ખેલાડીઓમાં વહેંચવામાં આવે તો, દરેક ખેલાડીને 8.33 કરોડ રૂપિયા મળશે.

જય શાહે 125 કરોડ આપવાની જાહેરાત કરી

આ વખતે ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે કુલ ઈનામની રકમ લગભગ 94 કરોડ રૂપિયા રાખી હતી, પરંતુ BCCI એ ટીમ ઈન્ડિયાને કુલ ICC ઈનામી રકમ કરતાં 31 કરોડ રૂપિયા વધુ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત BCCI વતી બોર્ડ સેક્રેટરી જય શાહે કરી હતી.

જય શાહે ટ્વીટ કરીને લખ્યું કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જીતવા માટે ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને ખુશી થઈ રહી છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલી પ્રદર્શિત કરી છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન!

ટી20 વર્લ્ડ કપ 2024 માં ટીમ ઈન્ડિયાને કુલ કેટલું ઈનામ મળ્યું

ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને આઈસીસી ના 94 કરોડ અને બીસીસીઆઈ દ્વારા જાહેર કરેલ 125 કરોડ એમ કુલ મિલાવી 219 કરોડનું ઈનામ મળ્યું છે. આ રીતે જો 15 ખેલાડીઓને આ રકમ સરખે ભાગે વહેંચવામાં આવે તો, દરેક ખેલાડીને 14.6 કરોડ રૂપિયા મળે છે.

રોહિતની કેપ્ટનશીપમાં પ્રથમ વખત તો ભારત બીજી વખત T20 ચેમ્પિયન બન્યું

તમને જણાવી દઈએ કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનો અજાયબી રકોર્ડ કર્યો છે, જ્યારે ઓવરઓલ ભારતે બીજી વખત આ સિદ્ધિ મેળવી હતી. ભારત માટે પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ એમએસ ધોનીએ વર્ષ 2007 માં જીત્યો હતો અને 17 વર્ષ બાદ રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અજાયબીઓ કરી બતાવી હતી.

વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ અને જસપ્રિત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો

ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની ઈનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ